પેટ્રોલ-ડિઝલના સળગતા ભાવો સામે કાંતિભાઇ અમૃતિયાનો ‘લાલઘૂમ’ વીડિયો વાઇરલ કરાયો

11 September 2018 03:10 PM
Surendaranagar Saurashtra
  • પેટ્રોલ-ડિઝલના સળગતા ભાવો સામે કાંતિભાઇ 
અમૃતિયાનો ‘લાલઘૂમ’ વીડિયો વાઇરલ કરાયો

કોંગ્રેસે છ વર્ષ જૂનો વિડીયો શોધી ખેલ પાડયો...

Advertisement

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.11
પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઈને શું કહે છે બીજેપીના ધારાસભ્ય તેવું લખીને છેલ્લા થોડા દિવસોથી મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો એક વિડીયો વ્હોટસ એપ અને ફેસ બુક ઉપર વાયરલ થયો છે જેથી આ વિડિયોનું વેરીફીકેશન કરતા એટલી વાતને સો ટકા સમર્થન મળ્યું છે કે, આ વિડીયો મોરબી માળીયાના માજી ધારાસભ્યનો જ છે પરંતુ તે વિડીયો આજ કાલનો નહિ પરંતુ છ વર્ષ પહેલાનો હોવાનું સામે આવ્યું હતું.
મોરબી પંથકમાં કાર્યરત વ્હોટસ એપના જુદાજુદા ગ્રુપ અને કેટલાક કોંગી આગેવાનોના ફેસબુક એકાઉન્ટમાં છેલ્લા થોડા દિવસોથી મોરબી માળીયાના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનોએ વિડીયો ઘણો વાયરલ થયો છે જેની સાથે પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઈને શું કહે છે બીજેપીના ધારાસભ્ય, હવે બોલેલું કરી દેખાળો, કાનાભાઈની ભારત બંધની અપીલ વિગેરે વિગેરે મેસેજ સામે જુદાજુદા ગ્રુપમાં મોકલાવવામાં આવતો આ વિડીયો ક્યારનો છે તે જાણવા માટેનો પ્રયાસ કર્યો હતો કાંતિભાઈ અમૃતિયા હાલમાં પ્રસંગમાં અમેરિકા ગયા હોવાથી તેમના પીએ જે.પી.જેસ્વાણીનો સંપર્ક કરતા તેમને કયું હતું કે, આજથી અંદાજે છ વર્ષ પહેલા કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધતા હોવાથી ભાજપ દ્વારા રાખવામાં આવેલ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ વખતે કાંતિભાઈ અમૃતિયા દ્વારા ટીવી ચેનલને આપેલ ઈન્ટરવ્યુંનો આ વિડીયો છે જેને હાલમાં જુદાજુદા વ્હોટસ એપ ગ્રુપમાં ફેરવીને કોંગ્રેસના મિત્ર તેની અકલનું દેવાળું કાઢી રહ્યા છે કેમ કે તેમને એ પણ ખબર નથી કે, આ વખતે કાંતિભાઈ અમૃતિયા મોરબી માળિયા બેઠકમાં પ્રતિનિધિત્વ કરતા નથી.
મોરબી પંથકમાં જે વિડીયો હાલમાં વ્હોટસ એપ અને ફેસ બુક ઉપર ધૂમ મચાવી રહ્યા છે તે વિડીયો મોરબી જીલ્લા કોંગ્રેસના માજી પ્રમુખ મુકેશભાઈ ગામી દ્વારા પોતાના ફેસ બુક એકાઉન્ટમાં મુકવામાં આવ્યો છે જેની સામે કોંગ્રેસના સમર્થકો અને કોંગી આગેવાનના મિત્રો દ્વારા ઘણી કોમેન્ટો કરવામાં આવી રહી છે જેથી આ વિડીયો તેમની પાસે કેવી રીતે આવ્યો તે જાણવા માટે મુકેશભાઈ ગામીનો સંપર્ક કરતા તેમને કહ્યું હતું કે, વ્હોટસ એપને ઘણા ગ્રુપમાં આ વિડીયો તેની પાસે આવ્યો હતો જેથી તેમાંથી લઈને તેમણે પોતાના ફેસ બુક એકાઉન્ટમાં આ વિડીયો મુક્યો હતો અને તેઓ માને છે કે પેટ્રોલના ભાવ 55 રૂપિયા હતા ત્યારે જો ભાજપના જે તે સમયના ધારાસભ્યને પ્રજાહિતની વાત યાદ આવી હોય તો હાલમાં કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપની સરકાર છે ત્યારે પેટ્રોલના 80 રૂપિયા થયેલ છે. છતાં ભાજપના જે તે સમયના ધારાસભ્ય કે જે ગત ચુંટણીમાં ચુંટાયેલ નથી તે મોન કેમ છે આ વાત જ સાબિત કરે છે કે, ભાજપ માત્ર રાજકારણ કરે છે પ્રજાહિતની વાત કરતા જ નથી.મોરબી પંથકમાં વાયરલ થયેલા વિડીયો માજી ધારાસભ્યનો જ છે તે વાત તો નક્કી છે પરંતુ આ વિડીયો આજથી છ વર્ષ જુનો છે અને તેને હાલમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે ત્યારે જાની જોઇને વાયરલ કરવામાં આવ્યો છે જો કે, આ વિડીયોને લઈને હાલમાં લોકોને મોજ પડી ગઈ છે


Advertisement