સોરઠમાં ઠેર-ઠેર જુગારધામ પર દરોડા: 39 ઝડપાયા

11 September 2018 02:13 PM
Crime Saurashtra

વિસાવદરના ઈશ્ર્વરીયામાં વિદ્યાર્થીનો ઝેર ખાઈ આપઘાત

Advertisement

જુનાગઢ તા.11
જુનાગઢ એ ડીવીઝનથી અડધો ફલાંગ દૂર આઝાદ ચોકમાં 11 શખ્સોને રૂા.58,650ની રોકડ, 13 મોબાઈલ રૂા.17 હજાર ત્રણ મોટર સાયકલ રૂા.90 હંજાર મળી કુલ 1,60,650 સાથે નીકુંજ ડાયા રે. ઝાંઝરડા રોડ, અતુલ રવજી ધડુક રે. ખલીલપર રોડ, સંજય અમુ કણસાગરા રે. ઝાંઝરડા રોડ, પંજુ કેશુર કોઠીયા રે. હાઉસીંગ બોર્ડ રોહિત બાવા વાઘેલા સહીત 11ને દબોચી લીધા હતા.
મેંદરડા: મેંદરડાથી 12 કીમી દૂર ખળપીપળી ગામની સીમમાંથી 11 શખ્સોને જુગઠુ ખેલતા દબોચી લીધા હતા. જેમાં 62510 રોકડા, બે મોટર સાયકલ રૂા.20 હજાર કુલ 92,510 સાથે સુનીલ હરી ભાળજા, અરજણ રત્ના ભાળજા, નીલેશ બાબુ પેસવાડીયા, સહીતનાને દબોચી લીધા હતા.
મેંદરડાથી 14 કી.મી. દુર ચાંદ્રાવાડી ગામે સીમમાં જુગઠુ ખેલતા 8ને રૂા.32,320 સાથે જીતુ બાબુ બોઘરા, પુનમ નાગજી કપાળા, ભીખા દેવરાજ સહીત 8ને દબોચી લીધા હતા. મેંદરડાના નાની ખોડીયાર ગામે સીમમાં જુગઠુ ખેલતા અમીર મીયાજી કોટડીયા, અજીત નુરમહમદ, રજાક નુરમહમદ સહીત નવને રૂા.30,380ની રોકડ સાથે દબોચી લીધા હતા.
કેશોદના સેરગઢ ગામે પોલીસે ત્રાટકી બાબુ ભીખા બાલસ, કરશન ભુરા સહિત સાતને રૂા.11,120 સાથે દબોચી લીધા હતા.
કેશોદના ખીરસરા ગામે 25 કીમી દુર દેવવત માંડા ચુડાસમા, અનીલ મેણંદ સહીત 6ને રૂા.3,310 સાથે ઝડપી લીધા હતા. માંગરોળ શહેરમાં કાન્તી ભીખા, અનીલ જીતુ જીવનાણી સહીત 6ને રૂા.5,900 સાથે દબોચી લીધા હતા. એ ડીવીઝન જુનાગઢના પ્રદીપ ખાડીયામાંથી જીતેન્દ્ર ઉર્ફે જીતો સોલંકી, સાગર પ્રવિણ સોલંકી, રામજી ઉર્ફે રામો રેકડીયા વાળાને રૂા.950 સાથે દબોચી લીધા હતા જયારે બે શખ્સો ભાગી છુટયા હતા.
વિદ્યાર્થીનો આપઘાત
વિસાવદર ઈશ્ર્વરીયા ગામે રહેતા પટેલ કીશોરભાઈ સેંજલીયાના પુત્ર મોહીત (ઉ.16)ને છેલ્લા આઠ દિવસથી તાવ આવતો હોય જેની દવા ચાલુ હતી. ડોકટરે સવાર સાંજ બાટલા ચડાવતા હોય જે તાવ સહન ન થતા ગઈકાલે તેના ઘરે સેલફોસના ટીકડા ખાઈ લેતા મોત નોંધાયુ હતું. કીશોરભાઈને એકનો એક પુત્ર હોય જે ધો.11માં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળે છે. બનાવની તપાસ એએસઆઈ ભરતભાઈ પરમારે હાથ ધરી છે.


Advertisement