કોંગ્રેસ દ્વારા ભારત બંધના એલાનના વચ્ચે રાણાવાવની બજારો ખુલ્લી રહી!

11 September 2018 02:06 PM
Porbandar
Advertisement

રાણાવાવ તા.11
ગઈકાલે કોંગ્રેસ દ્વારા બંધના એલાનને પગલે પોરબંદરમાં મીશ્ર બંધ જોવામાં આવેલ ત્યારે રાણાવાવ શહેર સદંતર ખુલ્લુ રહેવા પામેલ હતું. અહીં કોંગ્રેસનો કોઈ કાર્યકર્તા ન હોય આગલા દિવસે પણ વેપારીઓને કોઈ કોંગ્રેસ કાર્યકરો આવેલ નહીં જયારે કાલે સવારથી પણ કોંગ્રેસ કાર્યકર જોવા મળેલ નહીં.
અહીં નગરપાલીકામાં એનસીપીનું શાસન હોય જયારે કોંગ્રેસ રાણાવાવમાં સદંતર નિષ્ક્રીય છે. જયારે જીલ્લામાં કુતીયાણા સદંતર બંધ રહેલ અંહીં ચા પાન કે શાકભાજીની રેકડીઓ અને દુકાનો પણ બંધ રહેલ હતા.


Advertisement