રાણાવાવમાં જાહેર માર્ગો પર ખુંટીયાઓના ત્રાસથી પ્રજા પરેશાન: તંત્ર પગલા ભરશે?

11 September 2018 02:02 PM
Porbandar
  • રાણાવાવમાં જાહેર માર્ગો પર ખુંટીયાઓના ત્રાસથી પ્રજા પરેશાન: તંત્ર પગલા ભરશે?

Advertisement

(બી.બી.ઠકકર) રાણાવાવ તા.11
રાણાવાવ શહેરમાં રખડતા ભટકતા ઢોર ગાયો અને ખુંટીયાઓનું સામ્રાજ્ય જોવા મળે છે. શહેરની કોઇપણ મેઈન બજાર શેરીઓ અને ગલીઓમાં જ્યાં જઈએ ત્યાં એકી સાથે ચાર પાંચ ખુંટીયાઓ જોવા મળે છે.
આ ખુંટીયાઓ આખો દિવસ લડતા જોવા મળેલ છે.
આ ખુંટીયાઓથી લોકો જેમ તેમ બચી આડા આવતા ભાગવા માંડે છે. તેમાંયે ક્યાંક મોટર સાયકલ પડી હોય કે કોઇ પણ ફોરવ્હીલ આડે આવી જાય તો તેનો ભુકો બોલાવી દે છે.
આ અંગે રખડતા ભટકતા ખુંટીયા અને ગાયો વિશે ભારે ફરિયાદો જોવા મળે છે. નગરપાલિકા-મામલતદાર અને પોલીસ રાણાવાવની પ્રજાને આ ખુંટીયાઓના ત્રાસમાંથી ચાવે તેમ લોકમાંગણી છે.


Advertisement