પોરબંદરના પ્રૌઢનંુ રાજકોટમાં દિકરીના ઘરે શંકાસ્પદ મોત

10 September 2018 06:13 PM
Porbandar Rajkot
  • પોરબંદરના પ્રૌઢનંુ રાજકોટમાં દિકરીના ઘરે શંકાસ્પદ મોત

પાણીમાં પગ લપસતા પટકાયા અને મોત નિપજયુ: પ્રૌઢને જમાઈઅે જ ધકકો મારી દીધો હોવાનો પુત્રીનો અારોપ: ફોરેન્સીક પી.અેમ. કરાવાયુ

Advertisement

રાજકોટ તા.૧૦ પોરબંદરમાં રહેતા પ્રૌઢ રાજકોટમાં ભગવતીપરામાં તેના જમાઈના ઘરે હતાં. ત્યારે પાણીમા પગ લપસતા પ્રૌઢ પટકાયા હતા. જેથી તેમનું મોત નિપજયંુ હતંુ. બનાદ બાદ પ્રૌઢની પુત્રીઅે અાક્ષેપ કયાૅે હતો કે પોતાના પતિઅે જ પિતાને ધકકો મારી દીધો પોલીસ દ્વારા મૃતદેહનંુ ફોરોન્સિક પોસ્ટમોટેમ કરવામંા અાવશે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ પોરબંદરના ખાંટ ચોક વિસ્તારમાં રહેતા હસમુખભાઈ કાંતીભાઈ ઝાલા (ઉ.વ.પપ) નામના મોચી પ્રૌઢ ત્રણ દિવસથી રાજકોટમાં ભગવતીપરા ઝમઝમ બેકરી સામે નંદવન મકાનમા રહેતા તેના જમાઈ પ્રકાશ રમેશભાઈ ચુડાસમાના ઘરે હતા. દરમિયાન રાત્રીના પાણીમાં પગ લપસતા તેઅો નીચે પટકાયા હતા. જેથી માથાનાભાગે ઈજા પહોંચતા તેમનંુ મોત નિપજયંુ હતંુ.મોચી પ્રૌઢ અેક ભાઈ બે બહેનના પરિવારમા વચેટ હતા. તેમને સંતાનમા પાંચ દિકરી છે. ભગવતીપરામાં રહેતી તેમની પુત્રી ક્રિષ્નાબેનને લગ્નજીવનમા કડવાના અાવી ગઈ હોય તેણીઅે અગાઉ પતિ વિરૂઘ્ધ મહિલા પોલીસ મથકમાં ફરીયાદ કરી હતી. ક્રિષ્નાબેન સાતમરુઅાઠમના તહેવારમાં પોરબંદર ગયા હતા. બન્ને વચ્ચે છુટાછેડાની વાત ચાલતી હતી. જેથી પિતા જમાઈને સમજાવવા રાજકોટ અાવ્યા હતા.ક્રિષ્નાબેને અાક્ષેપ કરતા જણાવ્યંુ હતંુ કે તેમના પિતાનંુ મોત શંકાસ્પદ છે અને પોતાના પતિ હસમુખભાઈઅે જ ધકકો મારી દીધો હોવાનો અાક્ષેપ કયાૅે હતો. બનાવ અંગે બી.રુડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ મૃતદેહનું ફોરોન્સિક પી.અેમ. કરવા તજવીજ હાથ ધરી હતી.


Advertisement