ગ્રામ્ય ગુજરાતમાં ફીઝીયોથેરપી ઉપલબ્ધ કરાવશે પ્રોજેકટ અહલ્યા: ‘હેલ્પલાઈન’નો પ્રારંભ

10 September 2018 10:58 AM
Gujarat Health
  • ગ્રામ્ય ગુજરાતમાં ફીઝીયોથેરપી ઉપલબ્ધ કરાવશે પ્રોજેકટ અહલ્યા: ‘હેલ્પલાઈન’નો પ્રારંભ

Advertisement

ગાંધીનગર તા.10
વર્લ્ડ ફીઝીયોથેરપી દિવસ નીમીતે સરકારી ફીઝીયોથેરાપીસ્ટ હવે તેમની સેવાઓ રાજયના અંતરિયાળ વિસ્તારોમાં પણ ઉપલબ્ધ કરાવશે. આ માટે ગુજરાત ગર્વમેન્ટ ફીઝીયોથેરાપીસ્ટ એસોસીએશને (જીજીપીએ) ખોડખાંપણ ધરાવતા દર્દીઓ અને ગામડાના અંતરિયાળ વિસ્તારોમાં થેરપી આપવા માટે ખાસ હેલ્પલાઈન, 6356103757 લોન્ચ થઈ છે. ‘પ્રોજેકટ અહલ્યા’ નામની આ સેવાનો હેતુ જયાં ફીઝીયોથેરપીની ઓછી ઉપલબ્ધતા છે ત્યાં આ સેવા પુરી પાડવાનો છે.
જીજીપીએના પ્રેસીડેન્ટ ડો. હાર્દિક ભટ્ટના જણાવ્યા પ્રમાણે જયારે ફીઝીયોથેરપીસ્ટની સેવા સરકારી અને ખાનગી બન્ને ક્ષેત્રો દ્વારા ઉપલબ્ધ થઈ રહી છે ત્યારે રાજયના શહેરો અને ગામડાઓ તથા ગામડાના અંતરિયાળ વિસ્તારો તથા તેમાં પણ ખાસ કરીને પછાત તથા પુરગ્રસ્ત વિસ્તારોને સમાવી લેવામાં આવશે. રાજય સરકાર આ સુવિધાઓને કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં ઉપલબ્ધ કરાવી રહી હતી. પરંતુ જ્ઞાન અને જાગૃતિના અભાવે તેઓ ચોકકસ લાભ મેળવી શકતા ન હતા. માટે જરૂરિયાતમંદો સુધી પહોંચવા આ માટેના પોસ્ટર્સ લગાડવામાં આવ્યા છે. જેના વડે લોકોને જાણકારી મળી રહે તથા દર્દીઓ માત્ર મીસકોલ કરવાથી ફીઝીયોથેરપીસ્ટ તેમના કામના કલાકો દરમ્યાન તેમનો સામેથી સંપર્ક કરશે. ત્યારબાદ તેના કેસ વિશેની જાણકારી મેળવી ફીઝીયોથેરપીસ્ટ તેને યથાયોગ્ય સારવાર કયાં અને કઈ રીતે મેળવવા તે જણાવશે. જયારે કેટલાક કેસોની ચર્ચા વોટસએપ પર પણ થઈ શકે છે. આ ઉપરાંત અમે દર્દીઓને વિડીયો ચેટ દ્વારા પણ માર્ગદર્શન આપીશું તેમજ પીડીએફ મટીરીયલ દ્વારા નજીકમાં મળતી સરકારી સુવિધાની જાણકારી આપીશું.
ડો. ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં એક અઠવાડીયામાં અમે સત્વરે જવાબ આપીશું. ત્યારબાદ પ્રી-રેકોર્ડેડ મેસેજ દ્વારા ડોકટર તેમનો 24 કલાકમાં સંપર્ક કરશે.
આ પ્રોજેકટનો પ્રારંભ કચ્છના પાંચ સરકારી કેન્દ્રો સાથે કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ તેને અરવલ્લી, નર્મદા અને અન્ય જિલ્લાઓ સુધી લંબાવવામાં આવશે. આ ઉપરાંતત આ ઉપરાંત સ્થાનિક સંસ્થાઓ સાથે જોડાઈને સરકારી યોજનાઓ, મળતા સાધનો જેવા કે વ્હીલચેર, સ્પીલ્ન્ટસ, એર બેડ, વોકર, સ્ટીક વગેરે પુરા પાડવાની વિચારણા છે.
આ ઉપરાંત અમે સ્વાસ્થ્ય વિભાગના સાધનો આશા વર્કર તથા સીએચસીના ઉપયોગ વડે છેવાડાઓના દર્દીઓને પહોંચાડવા પણ તત્પર છીએ માટે સ્વાસ્થ્ય અધિકારીઓ પણ ભવિષ્યમાં અમારી સાથે જોડાઈ શકે છે. એવું તેમણે જણાવ્યું હતું. ગત 23 ઓગષ્ટે જીજીપીએ દ્વારા રાજયના આરોગ્ય કમિશ્ર્નર જયંતિ રવિ પાસે આ માટે લેખીત રજુઆત કરવામાં આવી છે.


Advertisement