આખા ધાન્ય ખાવાથી ટાળી શકાય ટાઇપ-2 ડાયાબિટીઝ

10 September 2018 10:53 AM
Health
  • આખા ધાન્ય ખાવાથી ટાળી શકાય ટાઇપ-2 ડાયાબિટીઝ

Advertisement

ડેન્માર્ક : ઓટસ કે ઘંઉ જેવા આખાં ધાન્ય ખાવાથી ટાઇપ-2 ડાયાબિટીઝ ટાળી શકાય છે. આ ઉપરાંત કોફી પીવાથી અને માંસાહારી ખોરાક લેવાનું બંધ કરવાની પણ આ રોગ થવાનું જોખમ ઘટાડી શકાય છે. આખા ધાન્યનો ખોરાકમાં ઉપયોગ કરવાથી ટાઇપ-2 ડાયાબિટીઝ થતો રોકી શકાય છે એ બાબત લાંબા સમયથી જાણમાં હોવા છતાં આખા ધાન્યના સ્ત્રોતો તથા એના પ્રમાણ વિશે કોઇ સ્પષ્ટતા નથી. સ્વીડનની ચાલ્મર્સ યુનિવર્સિટીના પ્રોફેસર રિકાર્ડે જણાવ્યા મુજબ આ પહેલા અમેરીકામાં પણ આ જ પ્રકારનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, જયાં લોકો ઘંઉમાંથી આખું ધાન્ય મેળવતા હતા. ડેન્માર્કમાં કરાયેલા આ અભ્યાસનો અહેવાલ જર્નલ ઓફ ન્યુટ્રીશનમાં પ્રકાશિત થયો હતો. આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે લોકો કયા પ્રકારનું આખું ધાન્ય ભોજનમાં લે છે એ નહીં પરંતુ કેટલા પ્રમાણમાં લે છે એ મહત્વનું છે. આખા ધાન્યમાં આંતરબીજ, બીજ અને થુલું એમ ત્રણ ઘટક હોય છે જે ટાઇપ-2 ડાયાબિટીઝ થતો રોકવામાં સહાય કરે છે. જો કે આ સાથે જ અભ્યાસમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ભોજનમાં આખા ધાન્યની સાથે જ કઠોળઅને કાર્બોહાઇડ્રેટસનું પ્રમાણ જળવાઇ રહેવું જોઇએ.


Advertisement