ફિજી અને માલદિવ્સ ટાપુ રાષ્ટ્રોનું અસ્તિત્વ જોખમમાં

08 September 2018 12:23 PM
Gujarat Travel
  • ફિજી અને માલદિવ્સ ટાપુ રાષ્ટ્રોનું અસ્તિત્વ જોખમમાં

એલાયન્સ ઓફ સ્મોલ આઈલેન્ડ સ્ટેટસની પરિષદમાં વેદના, લાચારી વ્યકત કરતા તજજ્ઞો આંતરરાષ્ટ્રીય સમુદાયની મદદ માટે ટહેલ

Advertisement

અમદાવાદ તા.8
એક અગ્રણી કલાયમેટ વિસ્ટિકારના જણાવ્યા મુજબ દરિયાની સપાટી વધી રહી હોવાથી ફીજી અને માલદિવ્સ જેવા ટાપુ રાષ્ટ્રો માટે હવે પાછા ફરવાનો કોઈ રસ્તો નથી.
પૃથ્વી પરનું તાપમાન વધી રહ્યું છે એ સાથે પેશકદમી કરી રહેલા સમુદ્રના કારણે આપણે જમીન અને ઈન્ફ્રાસ્ટ્રકચર ગુમાવી રહ્યા છે. આ કારણે ઘણાં ટાપુઓ પુરની સ્થિતિનો અને વાવાઝોડાથી નુકશાનનો સામનો કરી રહ્યા છે.
બેંગકોકમાં એલાયન્સ ઓફ સ્મોલ આઈલેન્ડ સ્ટેટસ (એઓએસઆઈએલ)ની 6 દિવસની કોન્ફરન્સમાં નિષ્ણાંતોએ પેરિસમાં થયેલી જલવાયુ પરિવર્તન સંબંધી સમજુતીના અમલની દિશામાં આગળ વધવા વિચારવિમર્શ કર્યો હતો. પરિષદમાં મુખ્ય વિસ્ટીકાર અમજાદ અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે કેટલાક દેશો માટે સમય વીતી ચૂકયો છે. તેમણે જણાવ્યું હતું કે આપણા ટાપુઓ પર જોખમ છે. અમારી પાસેના મર્યાદીત સંસાધનો સાથે અમારાથી થઈ શકે એ કરતાં વધુ કાર્ય કરી રહ્યા છીએ. આંતરરાષ્ટ્રીય સમુદાયને અમે જણાવવા માંગીએ છીએ કે જલવાયુ પરિવર્તનની સમસ્યાથી બચવા અમારી પાસે પુરતા નાણાકીય, ટેકનોલોજીકલ સંસાધનો અને માનવીય ક્ષમતા નથી.
2015ની પેરીસ સમજુતી પર દસ્તખત કરનારા દેશોએ ડિસેમ્બર સુધીમાં એનો અમલ શરુ કરવાનો છે. સમજુતી મુજબ વૈશ્ર્વિક તાપમાન બે ડીગ્રી સેલ્સીયસ અને શકય હોય તો 1.5 ડીગ્રીથી ઓછું વધવા દેવાનું ધ્યેય છે.


Advertisement