બ્લુ વેરી વેચાયા વગરનો માલ બાળી નાખશે નહી

07 September 2018 07:19 PM
Business India
Advertisement

બ્રિટનની જાણીતી બ્લુ વેરી કંપની તેના લકઝરી ગ્રુપમાં જે માલ વેચાયો ન હોય તેની બ્રાન્ડ ઈમેજ જાળવી રાખવા આ ઉત્પાદનોને સળગાવી નાંખે છે અને તેનો નાશ કરે છે. પરંતુ હવે કંપનીએ આ પ્રથા બંધ કરવા નિર્ણય લીધો છે. બ્લુ વેરી કંપની તેના આ અન્સોલ્ડ વોચ અને અન્ય લકઝરી આઈટમોની બ્રાન્ડ ઈમેજ જાળવી રહે તે રીતે નિકાલ કરશે. બ્લુ વેરીના ઉત્પાદનો અત્યંત મોંઘા હોય છે. કંપની આ ઉપરાંત હવે તેની હેન્ડબેગ કે ઓવરકોટમાં પ્રાણીઓની ચામડીમાંથી મળતા ફળનો ઉપયોગ કરશે નહી. પરંતુ કૃત્રિમ ફળ વાપરશે.


Advertisement