જેટ એરવેઝના કર્મચારીઓને પગારની ચિંતા

07 September 2018 07:16 PM
Business India
  • જેટ એરવેઝના કર્મચારીઓને પગારની ચિંતા

Advertisement

દેશની પ્રીમીયમ બ્રાન્ડ ગણાતી જેટ એરવેઝ હાલ નાણાકીય મુશ્કેલીમાં છે અને તેથી આ કંપનીએ તેના કર્મચારીઓના પગાર રોકયા છે. જેની સામે એરલાઈનના પાયલોટ એસોસીએશને તા.26 સપ્ટેમ્બર સુધીમાં પગાર ન થાય તો અસહકાર આંદોલન છેડવાની ચીમકી આપી છે. કંપનીએ 11 સપ્ટેમ્બર સુધીમાં 50 ટકા પગાર ચુકવી આપવાની ખાતરી આપી છે. હવે તેના પર સૌની નજર છે. નરેશ ગોહેલની માલીકીની આકંપનીમાં ગર્લ્સ એરલાઈનનો પણ હીસ્સો છે. હાલમાં આ કંપની તેમના ત્રીમાસીક રીઝલ્ટ જાહેર કરવામાં પણ મોડી પડી હતી જે અંગે સેબી તપાસ ચલાવી રહી છે.


Advertisement