સાયબર ઈન્સ્યુરન્સ પોલીસી સાવ સસ્તી

07 September 2018 07:15 PM
Business India
  • સાયબર ઈન્સ્યુરન્સ પોલીસી સાવ સસ્તી

Advertisement

દેશમાં ડીજીટલ યુગમાં સાયબર ક્રાઈમ પણ વધી રહ્યા છે અને તેની સામે હવે વ્યક્તિગત વીમા પોલીસી પણ જાહેર થઈ છે. એચડીએફસી અર્ગો કંપનીએ રૂા.3ના દરરોજના પ્રીમીયમથી રૂા.50 હજાર સુધીના સાયબર ફ્રોડ સામે રક્ષણ આપતી પોલીસી જાહેર કરી છે. ખાસ કરીને બેન્ક ખાતાઓ, ડેબીટ-ક્રેડીટ વ્યવહારો કે આઈડેન્ટીટી ડેટા ચોરીથી જે ડેમેજ થાય તેને આ પોલીસી હેઠળ આવરી લેવાય છે જે કોઈપણ વ્યક્તિ લઈ શકે છે અને ગ્રુપ ઈુસ્યુરન્સ પણ કરાવી શકાય છે. જેમાં તેના બેન્ક ખાતામાં થતા ફ્રોડને પણ આવરી લેવાશે અને આ પોલીસી રૂા.1 કરોડ સુધીની મળશે જેનું પ્રીમીયમ 25198 રહેશે.


Advertisement