બેકપેકથી બાળકની પીઠને કોઈપણ નુકશાન નથી થતંુ

07 September 2018 02:39 PM
Health
  • બેકપેકથી બાળકની પીઠને કોઈપણ નુકશાન નથી થતંુ

Advertisement

પ્રમાણસર વજન હોય અને યોગ્ય રીતે ઉપાડવામાં અાવે તો સ્કૂલબેગ તરીકે ઉપયોગમાં લેવામાં અાવતી બેકપેકસ બાળકની પીઠને નુકશાનકતાૅ નથી હોતી અેમ કેનેડામાં કરવામંા અાવેલા અેક સંશોધનમાં જણાવવામાં અાવ્યું છે. રિસચૅરોનંુ કહેવું છે કે બેકપેકમાં માપસર વજન હોવું જોઈઅે અને અે બરાબર બન્ને ખભા પર લટકાવેલી હોય તો નુકશાન નથી થતું. કેનેડાના સંશોધકોઅે તાજેતરમાં બેકપેકસના ઉપયોગ અને અેનાથી થતી તકલીફોને સાંકળતા પુરાવાઅો સાથેની બાબતો રજૂ કરી છે. અામાં જણાવવામાં અાવ્યું છે કે બેકપેકસના ઉપયોગ અને અેના કારણે થતા પીઠના દુખાવા કે અન્ય નુકસાનને સાંકળવું ખૂબ જ મુશ્કેલ છે. પોતાની લાંબી કારકિદીૅમાં હજારો પેશન્ટને લિફટ કરતી નસૅ કે કેરટેકસૅની કરોડરજજુ પર અસર થતી હોય છે, પરંતુ બાળકોમાં લવચીકતા હોવા ઉપરાંત નાની વયને કારણે શારીરિક ક્ષમતા પણ પ્રમાણમાં વધુ હોવાથી તથા સૌથી મહત્વનંુ કે તેમણે થોડા સમય માટે જ બેકપેકસ ઉઠાવવાની હોવાથી તેમને કરોડરજજુની કાયમી તકલીફ થવાની શકયતા ઘણી અોછી રહે છે. ખભા પર લટકાવવાની બેગ, મેસેન્જર બેગ, પસૅના ઉપયોગ કરતા સંશોધકો બેકપેકની પહેલી પસંદગી કરે છે. તેમનંુ કહેવું છે કે અા બધી બેગ શરીરના અેક બાજુઅે ભાર અાપે છે જયારે બેકપેક બન્ને ખભા પર સરખો ભાર અાપતી હોવાથી કરોડરજજુ માટે અે નુકશાનકારક નથી. અેનાથી બોડી બેલેન્સ્ડ રહે છે.


Advertisement