વિજ્ઞાનીઓએ સૂર્યપ્રકાશમાંથી ઇંધણ બનાવ્યું

07 September 2018 02:32 PM
India Technology
  • વિજ્ઞાનીઓએ સૂર્યપ્રકાશમાંથી ઇંધણ બનાવ્યું

Advertisement

ઉર્જાના તમામ સ્ત્રોતમાં સૌર ઉર્જા સૌથી સક્ષમ વિકલ્પ ગણાય છે, પરંતુ સૌર ઉર્જાને વધારે અસરકારક રીતે પ્રાપ્ત કરવા અને વાપરવાના માર્ગો અને માઘ્યમો વિશે વિજ્ઞાનીઓ સંશોધન કરી રહ્યા છે. સંશોધકોએ વનસ્પતિમાં ફોટોસિન્થેસિસ (પ્રકાશ સંશ્ર્લેષણ)ની આંતરીક વ્યવસ્થામાં ફેરફાર કરીને પાણીમાંથી હાઇડ્રોજન અને ઓકિસજન જુદા પડયા પછી સૌર ઉર્જા મેળવવાના નવા સ્ત્રોતની ખબર પડી છે.
વનસ્પતિ (છોડ, વેલા, વૃક્ષો)માં ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્ર્લેષણની કુદરતી પ્રક્રિયા થાય છે. એ પ્રક્રિયામાં વનસ્પતિની અંદરના પાણીમાંથી બે વાયુઓ છુટા પડે ત્યારે આડઅસરરૂપે ઓકિસજન પેદા થાય છે. પૃથ્વી પર એ પ્રક્રિયા અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. પાણીમાંથી બે વાયુઓ છુટા પડે ત્યારે પેદા થતો હાઇડ્રોજન ફરી સક્રિય કરી શકાય એવી ઉર્જાનો અમર્યાદ સ્ત્રોત બને છે.
સૌર ઉર્જાના ઉત્પાદન અને સંગ્રહના નવા માર્ગો શોધવા માટે નવા અભ્યાસમાં અર્ધકૃત્રિમ રીતે પ્રકાશ સંશ્ર્લેષણની પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સંશોધકોએ પાણીમાંથી ઓકિસજન અને હાઇડ્રોજન છુટા પાડવા માટે જૈવિક ઘટકો અને માનવસર્જીત ટેકનોલોજીઝનું સંયોજન કરીને કુદરતી સૂર્યપ્રકાશનો ઉપયોગ કર્યો હતો. હવે ફરી સક્રિય કરી શકાય એવી ઉર્જાના ઉત્પાદન માટે વપરાતી પઘ્ધતિમાં ક્રાંતિ લાવવા માટે આ શોધ ઉપયોગી નીવડશે. નવી પઘ્ધતિમાં કુદરતી પ્રકાશ સંશ્ર્લેષણની તુલનામાં વધારે પ્રમાણમાં સૂર્યપ્રકાશ કે સૌર ઉર્જા સંગ્રહિત થાય છે.


Advertisement