કસરતના અભાવથી દર ચારમાંથી એક વ્યકિતના સ્વાસ્થ્ય પર ખતરો

07 September 2018 01:02 PM
Health
  • કસરતના અભાવથી દર ચારમાંથી એક વ્યકિતના સ્વાસ્થ્ય પર ખતરો

ભારતમાં 44 ટકા સ્ત્રીઓ તથા 25 ટકા પુરૂષો દ્વારા અપુરતી કસરત થાય છે

Advertisement

ચેન્નાઈ તા.7 જીવન ધોરણમાં અપુરતી કસરતના કારણે દર ચારમાંથી એક વ્યકિતના જીવનમાં હૃદયની ડીમેન્ટીયા અને કેટલાંક પ્રકારનાં કેન્સર જેવી બિમારીઓનો ખતરો વધી રહ્યો છે. આ અંગે વૈશ્ર્વીક સ્તરે હાથ ધરવામાં આવેલ સર્વે તારણમાં સામે આવ્યું છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)ના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેનો રિપોર્ટ તાજેતરમાં જ લાન્સેટ કરવામાં આવ્યો છે જેમાં જણાવાયું છે કે વિશ્ર્વસ્તરે 2001 થી શારીરીક પ્રવૃતિઓમાં ખાસ સુધાર જોવા મળ્યો નથી. જો આમને આમ પરિસ્થિતિ યથાવત રહેશે તો 2025 સુધીમાં ઓછી કસરતના કારણે જે પણ બિમારીમાં થોડે ઘણે અંશે રાહત મળે છે તે પણ જોવા નહીં મળે.
વિશ્ર્વ સ્તરે સ્વાસ્થ્ય પરનો વધી રહેલો ખતરો ઈચ્છનીય નથી ખાસ કરીને ઓછી કસરત કે બેઠાડુ જીવન શૈલીનાં કારણે ત્રીજા ભાગની વસ્તી ધરાવતા વડીલો તેમને સુચવવામાં આવેલી શારીરીક કસરતો ન કરી શકતા હોવાના કારણે તેમના સ્વાસ્થ્ય પર વિપરીત અસર જોવા મળી રહી છે. આ સંશોધનનાં મુખ્ય લેખક તથા ડબલ્યુ એચઓનાં સ્વીત્ઝરલેન્ડનાં ડો.રેજીનાં ગુથોલ્ડ જણાવે છે કે વર્ષ 2016 માં 168 દેશોમાં વસતા 19 લાખ લોકો દ્વારા ઘર પર થતી શારીરીક પ્રવૃતિઓનો સર્વે હાથ ધરવા માટે 358 પ્રકારનાં માપદંડોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.
જેનું તારણ દર્શાવે છે કે અંદાજીત 32 ટકા સ્ત્રીઓ અને 23 ટકા પુરૂષો વિશ્ર્વભરમાં સ્વાસ્થ્ય સારૂ રહે તે માટે કસરતો કરતા નથી. જેમાં લક્ષ્યાંક મુજબ અઠવાડીયામાં 150 મીનીટ હળવી કસરતો અથવા 75 મીનીટની અઘરી કસરતોનો સમાવેશ થાય છે.
આ સર્વેનાં તારણમાં ઓછી આવક ધરાવતા દેશોમાં વધુ આવક ધરાવતા દેશો કરતાં વધુ કાર્ય કરતાં હોવાનું સામે આવ્યું છે. જે મુજબ ધનિક દેશોમાં 16 ટકા લોકો કસરતની અવગણના કરે છે.ભારતમાં હૃદયનાં ડોકટરો નોંધે છે કે અહી પુરૂષો કરતા સ્ત્રીઓ ઓછી કસરત કરે છે. 44 ટકા સ્ત્રીઓ અપુરતી કસરત કરે છે જયારે 25 ટકા પુરૂષો અપુરતી કસરત કરે છે.મોટાભાગની સ્ત્રીઓની બિમારીઓ પાછળથી બહાર આવે છે. કારણ કે તેઓ સ્વાસ્થ્યની અવગણના વધુ કરતી હોય છે એવુ ચેન્નાઈના ડાયાબેટોલોજીસ્ટ ડો.અંજના મોહને જણાવ્યું હતું કે જે પણ આ સંશોધનમાં રહી ચુકયા છે.


Advertisement