સેમસંગનો ફોલ્ડેડ સ્માર્ટફોન બજારમાં આવશે !

06 September 2018 09:46 PM
Rajkot Technology
  • સેમસંગનો ફોલ્ડેડ સ્માર્ટફોન બજારમાં આવશે !

Advertisement

દક્ષિણ કોરિયાની કંપની Samsung ટૂંક સમયમાં જ ફોલ્ડેડ સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. બધી જ અફવાઓ પર વિરામ લગાવીને Samsung Electronicsએ કહ્યું હતું કે, તે આ વર્ષે જ ફોલ્ડેડ સ્માર્ટફોન લોન્ચ કરવાની છે. આ સ્માર્ટફોન પારંપરિક ફ્લિપ ફોન જેવો જ હશે, જેમાં હેન્ડસેટનાં બંને ભાગને એક રિંગની મદદથી જોડવામાં આવશે. પરંતુ દક્ષિણ કોરિયાની આ દિગ્ગજ કંપની જ્યાંથી ફોન ફોલ્ડ થશે ત્યાં પણ ડિસ્પ્લે આપવા અંગે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

આ અંગે Samsungએ કહ્યું હતું કે, હવે એક ફોલ્ડેડ ડિવાઈઝ લોન્ચ કરવાનો સમય આવી ગયો છે, કારણ કે ગ્રાહકોનાં સર્વેક્ષણમાં એ જાણવા મળ્યું છે કે, નવી જનરેશન આ પ્રકારનાં ફોન પણ બજારમાં આવે તેવું ઈચ્છી રહી છે. આ હેન્ડસેટ અંગે વિસ્તૃત જાણકારી નવેમ્બરમાં સાન ફ્રાન્સિસ્કોમાં યોજાનારી Samsung Developersની કોન્ફરન્સમાં આપવામાં આવશે.જોકે, આ હેન્ડસેટ ક્યારથી બજારમાં વેચાણ માટે મૂકવામાં આવશે અને તેની પ્રાઈઝ શું હશે તે હજુ સુધી જાણી શકાયું નથી.


Advertisement