તમારી પાસે અટક છે, બીજું શું છે? રાહુલને લંડનમાં પુછાયો વેધક સવાલ

27 August 2018 04:56 PM
India Politics
  • તમારી પાસે અટક છે, બીજું શું છે? રાહુલને લંડનમાં પુછાયો વેધક સવાલ

મારી ક્ષમતાના આધારે મૂલવો: કોંગ્રેસ અધ્યક્ષનો જવાબ

Advertisement

લંડન તા.27
દેશમાં પણ વિશેષાધિકાર બેકગ્રાઉન્ડ પરિવારના વંશજ હોવાના કારણે ટીમાઓનો સામનો કરી રહેલા કોંગ્રેસ અધ્યક્ષને યુકેમાં પણ આ પ્રશ્ર્નનો સામનો કરવો પડયો હતો. તેમને સીધો પ્રશ્ર્ન કરવામાં આવ્યો હતો કે તમારી પાસે અટક સિવાય બીજી કઈ લાયકાત છે.
ગાંધીએ જવાબમાં જણાવ્યું હતું કે તે જે પરિવારમાંથી આવે છે તે કારણે ઉતારી પાડવાના બદલે તેમને એમની ક્ષમતાના આધારે મૂલવવા જોઈએ. કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું હતું કે વંશવાદી રાજકારણ બાબતે ટીકા કરવા માટે એકમાત્ર તેમને નિશાન બનાવવા નહીં જોઈએ. આ પ્રશ્ર્ન તમામ રાજકીય પક્ષોમાં છે, અને ભારત આવી રીતે જ ચાલે છે. ભારતીય પત્રકારોના સંગઠનો દ્વારા આયોજીત કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષને આ અણીયાળો સવાલ કરાયો હતો. તેમણે જણાવ્યું હતું કે આખરે એ તમારી પસંદગીની વાત છે. હું જે પરિવારમાંથી આવું છું એ કારણે તમે મને ઉતારી કાઢો છો, અથવા મારી ક્ષમતાના આધારે મૂલવો છો. એ તમારી પસંદની વાત છે, મારી નહીં.
રાહુલે યાદ અપાવી હતી કેતેમનો પરિવાર ત્રણ પેઢીથી વડાપ્રધાનપદ ધરાવે છે એ ખોટું છે. મારા પિતા ગુજરી ગયા એ પછી અમારા પરિવારમાંથી કોઈ વડાપ્રધાન નથી બન્યા એ વાત ભુલાઈ જાય છે. બીજું, હું એ પરિવારમાંથી આવું છું, પણ હું જે કંઈ કહું છું. એ સાંભળો. મુદા વિષે મારી સાથે વાત કરો.


Advertisement