શંકરસિંહ ફરી સક્રીય: ફરી વિકલ્પ ચકાસશે

27 August 2018 04:46 PM
Rajkot Gujarat Politics
  • શંકરસિંહ ફરી સક્રીય: ફરી વિકલ્પ ચકાસશે

અહેમદ પટેલ સાથેની મુલાકાત બાદ સૂચક વિધાન : હાલ પરિસ્થિતિનો અભ્યાસ કરુ છું: આગામી મહિને નિર્ણય: ટેકેદારોને બોલાવશે: લોકસભા ચૂંટણીમાં ભૂમિકા ભજવવા તૈયાર

Advertisement

રાજકોટ: ગુજરાત ચૂંટણી સમયે ‘જનવિકલ્પ’ના અંતર હેઠળ ચૂંટણી લડવા સહીતની તૈયારી કરી અંતે પીછેહઠ કરનાર તથા તે અગાઉ રાજયસભા ચૂંટણી સમયે કોંગ્રેસમાં ભંગાણ પાડીને વેચાઈ તથા ભાજપમાં ભળેલા કોંગ્રેસના અગ્રણી બળવંતસિંહ રાજપૂતને ચુંટાવા માટે ભાજપને નિષ્ફળ મદદ કરનાર પુર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા ફરી સક્રીય થયા છે. છેલ્લા 8 માસ સુધી રાજકીય સન્યાસની સ્થિતિમાં રહેલા શ્રી વાઘેલાએ લોકસભામાં પણ ભાજપ-કોંગ્રેસ કે વિકલ્પ તે અંગે તેઓ એકાદ માસમાં નિર્ણય લેશે તેવું જણાવ્યું હતું. એક મુલાકાતમાં શ્રી વાઘેલાએ કહ્યું કે જનતા ભાજપ અને કોંગ્રેસ બન્નેથી નિરાશ છું અત્યારે વાડ ચીભડા ગળે તેવી સ્થિતિ છે. હાલમાં જે રીતે બન્ને રાજકીય પક્ષોના નેતાઓની ભાષા છે. તે બીલો ધ બેલ્ટ જેવી છે. કોઈ મર્યાદા વગરના આક્ષેપો થઈરહ્યા છે. રાજકીય દુશ્મનાવટ હદ વટાવી ગઈ છે. હું તેમાં હવે બન્ને તરફની સ્થિતિનો અભ્યાસ કરી રહ્યો છું અને આગામી 8થી11 સપ્ટે. વચ્ચે મારા ટેકેદારોની બેઠક બોલાવીને મારો કાર્યક્રમ નકકી કરશું. શ્રી વાઘેલા હાલમાં જ કોંગ્રેસના દિગ્ગજ નેતા શ્રી અહેમદ પટેલને મળ્યા હતા અને આ મુલાકાતને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે. હવે તેઓ ફરી કોંગ્રેસમાં જોડાય છે કે પછી ભાજપમાં સક્રીય થશે તેના પર સૌની નજર છે.


Advertisement