ગુજરાતના નેતાઓને અટલજીએ શું જવાબ આપ્યો ?

16 August 2018 11:27 PM
Rajkot India
  • ગુજરાતના નેતાઓને અટલજીએ શું જવાબ આપ્યો ?

'હાં, છોટા તો હું, અગલી બાર બડા હો જાઉંગા' : જવાહરલાલ નહેરૂએ એક સમયે વાજપેયીને ઉદ્દેશીને કહ્યું હતું કે 'યે લડકા એક ન એક દિન પ્રાઇમ મિનિસ્ટર બનેગા.'

Advertisement

ભાજપના વરીષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીને ગુજરાત પ્રત્યે લગાવ હતો. ગુજરાત આવે ત્યારે તેઓ કહેતા કે ગુજરાત તો મારૂં બીજું ઘર છે. કટોકટી સમયે તેઓ ઘણીવાર ગુજરાત આવ્યા હતા.

જનસંઘના સમયમાં વાજપેયી તેમના ઘણાં કાર્યક્રમો અમદાવાદમાં ઘડતા હતા અને તેનો વિસ્ફોટ દિલ્હી જઇ કરતા હતા. તેમને એકાંત બહું ગમતું હતું. તેઓ કહેતા કે મારે કવિતા લખવી હોય તો મારે એકાંત જોઇએ. જવાહરલાલ નહેરૂએ એક સમયે વાજપેયીને ઉદ્દેશીને કહ્યું હતું કે 'યે લડકા એક ન એક દિન પ્રાઇમ મિનિસ્ટર બનેગા.'

ગુજરાત સાથેના વાજપેયીના સબંધમાં એક નવા ભારતના નિર્માણનું સપનું કાયમ જોડાયેલું રહ્યું છે. ગુજરાતમાં તેઓ પ્રથમવાર આવ્યા ત્યારે જનસંઘનો ઉદય થઈ રહ્યો હતો. ચૂંટણી લડવાની અભિલાષા હતી. એ વખતે જીતવાની આશા ન હતી. 1960મા ગુજરાતની બે પાલિકા બોટાદ અને માણાવદરમાં બહુમતી મળતાં તેની નોંઘ અખિલ ભારતીય અધિવેશનમાં લેવાઇ હતી.

ભાવનગરના કાર્યક્રમમાં અટલ બિહારી આવ્યા ત્યારે તદ્દન યુવાન હતા. ગુજરાતના તે સમયના નેતાઓએ કહ્યું કે આ તો સાવ નાનકડા છે, ત્યારે વાજપેયી તે સાંભળી ગયા અને વળતો જવાબ કરી કહ્યુ કે 'હાં, છોટા તો હું, અગલી બાર બડા હો જાઉંગા.'

1968મા કચ્છમાં છડાબેટ પાકિસ્તાનને સોંપવાનો ચુકાદો આવ્યો અને તેનો વિરોધ થયો હતો. ભારતીય સૈન્યએ પાકિસ્તાનના આક્રમણને ખાળીને આ બેટને લીલોછમ બનાવ્યો હતો.આ બન્ની વિસ્તાર કચ્છ માટેનું સ્વર્ગસમાન હતો કારણ કે તે ગોપાલકો સામે લાઇફ લાઇન જેવો હતો. આ મુલક પાકિસ્તાનને આપી દેવાના સરકારના નિર્ણયની સામે તમામ વિરોધપક્ષોએ એક થઈ સત્યાગ્રહ કર્યો હતો.

સતત એક મહિના સૂધી કચ્છ સરહદ પર થયેલા સત્યાગ્રહમાં બેરીસ્ટર નાખપાયી, નાણાસાહેબ ગોરે, એસ. એમ. જોષી, રાજમાતા સિંઘિયા, જયપુરના મહારાણી ગાયત્રીદેવી, મધુ દંડવતે, મધુ લીમયે, જગન્નાથ રાવ જોષી અને અટલ બિહારી વાજપેયી મોખરે હતા. જ્યોર્જ ફર્નાન્ડિઝ તો પછી કચ્છમાં રોકાઈ ગયા હતા.

સત્યાગ્રહ દરમ્યાન વાજપેયી તેમના ભાષણની શરૂઆત કાવ્યથી કરતા હતા અને લોકો તાળીઓ પાડીને તેનું સ્વાગત કરતા હતા. વાજપેયીએ કહ્યું હતું કે 'યે દેશ કોઈ જમીન કા ટુકડા નહીં, જીતા જાગતા રાષ્ટ્ર પુરુષ હૈ. મરને કે બાદ હમારી હડ્ડિયા નદી મેં બહાઈ જાયેગી, તબ ઉસ મેં ભી એક હી સ્વર સુનાઈ દેગા- ભારત માતા કી જય!' આ પ્રવચનની ખૂબ તારીફ થઈ હતી અને તેની અસર દિલ્હી સુધી થઈ હતી. વાજપેયી ગુજરાતી ભોજનના આગ્રહી હતા. તેમને ગુજરાતી વાનગીઓ ખૂબ ભાવતી હતી. અનેક ગુજરાતી વ્યક્તિઓ તેમના મિત્ર રહી ચૂક્યાં


Advertisement