અટલજીએ કલામ સાહેબને શું પૂછ્યું જાણો !

16 August 2018 11:20 PM
Rajkot India
  • અટલજીએ કલામ સાહેબને શું પૂછ્યું જાણો !

'પરમાણુ ટેસ્ટની તૈયારીમાં તમને કેટલો સમય લાગશે?'કલામજીને, અટલજીનો સવાલ !

Advertisement

અટલ બિહારી વાજપેયીએ લાલબહાદુર શાસ્ત્રી તરફથી આપવામાં આવેલ નિવેદન 'જય જવાન જય કિસાન' માં 'જય વિજ્ઞાન' પણ જોડી દીધો. દેશની સુરક્ષા પર તેમને કોઈ પણ હિસાબે ઢીલ મૂકવી મંજૂર નહતી. તેથી તેમને દુનિયાના દિગ્ગજ દેશો તેમાય ખાસ કરીને અમેરિકાના ડરને એકબાજું પર મૂકીને પોખરણમાં પરમાણુ પરીક્ષણ (1998) કર્યો. આ પરીક્ષણ પછી અમેરિકા, કેનેડા, જાપાન અને યૂરોપિયન યૂનિયન સહિત કેટલાક દેશોએ ભારત પર ઘણા બધા પ્રતિબંધ લગાવી દીધા હતા, પરંતુ અટલજીની પ્રખર રાજકિય ઈચ્છાશક્તિએ તેમને તે વખતની વિકટ પરિસ્થિતિમાં પણ અટલ બનાવી રાખ્યા. પોખરણમાં પરીક્ષણ વાજપેયીના સૌથી મોટા નિર્ણયોમાંથી એક હતો.

વાજપેયીને તે વાતની ખબર હતી કે, અમેરિકાને પરમાણુ પરીક્ષણની જરાપણ ખબર પડશે તો દબાવ આવશે. અમેરિકાને ખબર ના પડે તેથી પરીક્ષણ સાથે જોડાયેલ એન્જિનિર્યર્સને પણ આર્મીના ડ્રેસમાં ત્યાં મોકલ્યા હતા. તેમની રણનીતિ સફળ રહી. તેમને અમેરિકાની સીઆઈએને ગંધ પણ આવવા દીધી નહતી. દેશને દુનિયાને ગણ્યાગાઠ્યા પરમાણુ સંપન્ન દેશમાં સામેલ કરી દીધો.

તેમને તેમની કવિતામાં કહ્યું, "મેરી કવિતા જંગ કા એલાન હે, પરાજય કી પ્રસ્તાવના નહી. વહ હારે હુએ સિપાહી કા નેરાશ્ય-નિનાદ નહી, ઝૂઝતે યોદ્ધા કા જય સંકલ્પ હૈ. વહ નિરાશા કા સ્વર નહી, આત્મવિશ્વાસ કા જયઘોષ હૈ."

રાજકીય જાણકારો અનુસાર ભાજપા ભારતીય જનસંઘના સમયથી પરમાણુ પરીક્ષણ કરવાનું સમર્થન કરતી આવી છે. વરિષ્ઠ પત્રકાર વિજય ત્રિવેદીએ અટલજી પર લખેલી પોતાની પુસ્તકમાં લખ્યું છે, "1967ની ચૂંટણીમાં તેમના ઘોષણાપત્રમાં પરમાણુ પરિક્ષણ મુદ્દો પણ સામેલ હતો. પરંતુ કોઈને આશા નહતી કે, તેઓ પોતાના વચનને સરકાર બનાવ્યા પછી તરત આટલી ઝડપી પૂરો કરી લેશે."

પાકિસ્તાને જ્યારે ગૌરી મિસાઈલ છોડી તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બ્રજેશ મિશ્રએ વાજપેયીને પરમાણુ પરીક્ષણ પર આગળ વધવાની સલાહ આપી. 9 એપ્રિલ 1998ના દિવસે વાજપેયીએ પૂછ્યું- કલામ સાહેબ ટેસ્ટની તૈયારીમાં તમને કેટલો સમય લાગશે? તે વખતે કલામ વડાપ્રધાનના વૈજ્ઞાનિક સલાહકાર હતા. આના પર કલામ સાહેબા કહ્યું, 'જો તમે આજે આદેશ આપો તો આપણે 30માં દિવસે ટેસ્ટ કરી શકીએ છીએ.' આના પર અટલજી બોલ્યા, 'તો તમે લોકો વિચાર-વિમર્સ કરી લો અને બ્રજેશ મિશ્ર સાથે સંપર્કમાં રહીને ટેસ્ટની તારીખ ફાઈનલ કરી લો.'

તે પછી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મિશ્ર સાથે વૈજ્ઞાનિકોની મીટિંગ થઈ. 10 મેના દિવસે ટેસ્ટ કરવાની વાત થઈ હતી પરંતુ રાષ્ટ્રપતિ કેઆર નારાયણ 26 એપ્રિલથી 10 મે સુધી લૈટિન અમેરિકાના પ્રવાસ પર હતા. તેથી 11 મેની તારીખ નક્કી થઈ. પરમાણુ પરીક્ષણ વિશે વાજપેયી અને બ્રજેશ મિશ્ર ઉપરાંત ત્રણ વૈજ્ઞાનિકોને આની જાણકારી હતી. તેમને પોતાની સરકારના મંત્રીઓએ પણ આના વિશે ખબર પડવા દીધી નહતી. પીએમે 9 મેના દિવસે ત્રણેય સેના પ્રમુખોને પોતાના આવાસ પર બોલાવીને આના વિશે જાણકારી આપી હતી. માત્રે એક દિવસ પહેલા જ કેટલાક કેબિનેટ મંત્રીઓને આની જાણકારી આપવામાં આવી.

પરમાણુ પરીક્ષણ પછી વાજપેયીએ કહ્યું, 'હું તે વાતને સ્પષ્ટ કરવા ઈચ્છું છું કે, ભારત પહેલાથી શાંતિનો પુજારી હ


Advertisement