કાશ, પાકિસ્તાનમાં પણ અટલજી જેવા PM હોત !!

16 August 2018 10:54 PM
Rajkot India
  • કાશ, પાકિસ્તાનમાં પણ અટલજી જેવા PM હોત !!

ISIના પૂર્વ પ્રમુખે કહ્યું હતું - અટલ બિહારી વાજપેયીની પ્રશંસા કરી જણાવેલ કે અમને ખુશી થાત જો વાજપેયીજી જેવા કોઈ પ્રધાનમંત્રી પાકિસ્તાનમાં પ્રધાનમંત્રી બન્યા હોત !

Advertisement


અટલ બિહારી વાજપેયીના પ્રશંસક ફક્ત ભારતમાં જ નહીં પાકિસ્તાનમાં પણ છે. એક વખત પાકિસ્તાની જાસુસી એજન્સી આઈએસઆઈના પૂર્વ પ્રમુખ અસદ દુર્રાનીએ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી વિશે કહ્યું હતું કે પાકિસ્તાનમાં પણ અટલ બિહારી વાજપેયી જેવા કોઈ પ્રધાનમંત્રી હોવા જોઈએ. જાસુસી એજન્સીઓ અને તેના પરાક્રમ પર આધારિત પુસ્તક 'Spy Chronicles RAW, ISI and the Illusion of Peace'માં દુર્રાની અને ભારતીય જાસુસી એજન્સી રો ના પૂર્વ પ્રમુખ એએસ દુલતની વાતચીત છે. આ દરમિયાન આઈએસઆઈના પૂર્વ પ્રમુખ દુર્રાનીએ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે અમને ખુશી થાત જો વાજપેયી જેવા કોઈ પ્રધાનમંત્રી પાકિસ્તાનમાં પ્રધાનમંત્રી બન્યા હોત. કવિ, દાર્શનિક તે અમારા માટે સારા પ્રધાનમંત્રી સાબિત થાત.


Advertisement