રાષ્ટ્રભકિતના રંગે રંગાતુ સૌરાષ્ટ્રરુકચ્છ : ઠેરરુઠેર ઘ્વજવંદનના કાયૅક્રમો યોજાયા

16 August 2018 11:40 AM
Saurashtra
  • રાષ્ટ્રભકિતના રંગે રંગાતુ સૌરાષ્ટ્રરુકચ્છ : ઠેરરુઠેર ઘ્વજવંદનના કાયૅક્રમો યોજાયા
  • રાષ્ટ્રભકિતના રંગે રંગાતુ સૌરાષ્ટ્રરુકચ્છ : ઠેરરુઠેર ઘ્વજવંદનના કાયૅક્રમો યોજાયા
  • રાષ્ટ્રભકિતના રંગે રંગાતુ સૌરાષ્ટ્રરુકચ્છ : ઠેરરુઠેર ઘ્વજવંદનના કાયૅક્રમો યોજાયા
  • રાષ્ટ્રભકિતના રંગે રંગાતુ સૌરાષ્ટ્રરુકચ્છ : ઠેરરુઠેર ઘ્વજવંદનના કાયૅક્રમો યોજાયા
  • રાષ્ટ્રભકિતના રંગે રંગાતુ સૌરાષ્ટ્રરુકચ્છ : ઠેરરુઠેર ઘ્વજવંદનના કાયૅક્રમો યોજાયા
  • રાષ્ટ્રભકિતના રંગે રંગાતુ સૌરાષ્ટ્રરુકચ્છ : ઠેરરુઠેર ઘ્વજવંદનના કાયૅક્રમો યોજાયા
  • રાષ્ટ્રભકિતના રંગે રંગાતુ સૌરાષ્ટ્રરુકચ્છ : ઠેરરુઠેર ઘ્વજવંદનના કાયૅક્રમો યોજાયા
  • રાષ્ટ્રભકિતના રંગે રંગાતુ સૌરાષ્ટ્રરુકચ્છ : ઠેરરુઠેર ઘ્વજવંદનના કાયૅક્રમો યોજાયા

૭રમા સ્વાતંય પવૅની ઉમંગભેર ઉજવણી : સુરેન્દ્રનગરમા રાજયકક્ષાનો ઘ્વજવંદન કાયૅક્રમ યોજાયો રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, પાલીતાણા, તલાલા, ઢસા, કેશોદ, જસદણ, સોમનાથ સહિત ઠેર ઠેર રાષ્ટ્રભકિતનો સૂર ગુંજયો : સાંસ્કૃતિક કાયૅક્રમો, સ્પધાૅઅો સહિતના કાયૅક્રમો યોજાયા : રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રરુકચ્છમાં દેશપ્રેમનો રંગ છવાયો

Advertisement

રાજકોટ, તા. ૧૬ 'સારે જહાઁ અચ્છા હિન્દોસ્તાં હમારા'ના રાષ્ટ્રભકત જગાવતા નાદ સાથે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રરુકચ્છમાં ૭રમા સ્વાતંય પવૅ દિનની ઉજવણી અનેરા ઉલ્લાસ સાથે કરવામાં અાવી હતી. રાજયકક્ષાની સ્વાતંય પવૅની ઉજવણી સુરેન્દ્રનગરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે અનેરા ઉમંગ સાથે કરાઈ હતી. પરેડ, સાંસ્કૃતિક કાયૅક્રમ વગેરે યોજવામાં અાવેલ. રાજકોટ રાજકોટમાં સરકારી સંસ્થાઅો તથા વિવિધ સંસ્થાઅોમાં ૧પમી અોગષ્ટના ૭રમા સ્વાતંય પવૅની ઉજવણી અનેરા ઉલ્લાસ સાથે કરવામાં અાવી હતી. કેશોદ કેશોદ તાલુકાના કક્ષાના સ્વાતંય દિનની સોંદરડા ગામે ભવ્ય ઉજવણી. કેશોદના સોંદરડા ગામે તાલુકા કક્ષાના સ્વાતંય દિન ભવ્ય અાયોજન સાથે ઉજવણી કરવામાં અાવી હતી. મામલતદાર ચોથરીના હસ્તે રાષ્ટ્રઘ્વજ લહેરાવ્યો હતો અને ત્યારબાદ પોલીસે ગાડી અોફ અોનર અાપ્યું હતું અને ત્યારબાદ રાષ્ટ્રીય ગીતના જ્ઞાન સાથે ઉપસ્થિત બધા લોકોઅે રાષ્ટ્રને સલામી અાપી હતી. અા પ્રસંગે કેશોદ નગરપાલિકા પ્રમુખ યોગેશભાઈ સાવલિયા તથા ગ્રામ પંચાયત સરપંચ સુરેશભાઈ સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. અા પ્રસંગે શાળાના બાળકોઅે વિવિધ સાંસ્કૃતિક કાયૅક્રમ રજુ કયાૅ હતા. વિસાવદર વિસાવદર ખાતે અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિતે વિસાવદર વિશ્ર્વ હિન્દુ પરિષદરુબજરંગ દળ ગૌરક્ષા દ્વારા ભવ્ય મશાલ રેલીનું અાયોજન કરવામાં અાવ્યું હતું તેમાં બહોળી સંખ્યામાં કાયૅકરો તેમજ દેશપ્રેમી જનતાઅે હાજરી અાપી હતી. જામકલ્યાણપુર જિલ્લા કક્ષાના ૧પ અોગષ્ટ(સ્વાતંય પવૅ) જિલ્લા કક્ષાની ઉજવણી જામકલ્યાણપુર ખાતે કરવામાં અાવેલ. જિલ્લા કલેકટર ડોડીયાના હસ્તે ઘ્વજારોહણ કરવામાં અાવેલ. રાષ્ટ્રીય પવૅની ઉજવણીના સાંસ્કૃતિક કાયૅક્રમમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલયરુભાટીયાની દિકરીઅોઅે રાધા કાનનો રાસ રજુ કયોૅ હતો અને સમગ્ર જિલ્લામાં દ્વિતીય નંબર મેળવેલ છે. માનનીય જિલ્લા કલેકટર ડોડીયા સાહેબના હસ્તે કેજીબીવીની દીકરીઅોને પ્રમાણપત્ર અેનાયત કરવામાં અાવેલ. કેજીબીવી ભાટીયાના અાચાયૅ જેતીબેન ચાવડા, સ્ટાફ તથા કેજીબીવીના સંચાલક અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરીયાઅે કેજીબીવીનું નામ રોશન કરવા બદલ દીકરીઅોને ખુબ ખુબ અભિનંદન પાઠવેલ. મોણીયા વિસાવદર તાલુકાના મોણીયા ગામે રાધીકા સ્કુલના ગ્રાઉન્ડમાં વહીવટી તંત્ર દ્વારા ૭રમા સ્વાતંત્ર પવૅની ભવ્યાતિત ભવ્ય ઉજવણી કરાયેલ હતી જેમાં પ્રાંત અધિકારી શ્રી વાળાના હસ્તે ઘ્વજવંદન કરવામાં અાવેલ હતું. અા તકે મોણયાની પ્રાથમિક શાળાના વિધાથીૅઅોઅે સુંદર સાંસ્કૃતિક કાયૅક્રમ અાપ્યો હતો. ઢસા ગઢડા તાલુકાના લીંબડીયા ગામમાં અાવેલ સંત શ્રી ધીરજરામ બાપા અાશ્રમ શાળામાં ૭રમાં સ્વાતંય દિન નિમિતે ઘ્વજવંદન પ્રમુખ સંત શ્રી ધીરજરામ બાપાના હસ્તે કરવામાં અાવેલ અાશ્રમ શાળાના અાચાયૅ તેમજ જાગૃત વાલી મંડળના સભ્યો અાશ્રમવાસીઅો તથા અાજુબાજુના ગામના અાગેવાનો જોડાયા હતા. ઘ્વજવંદન બાદ અાશ્રમ શાળાના બાળકોઅે સાંસ્કૃતિક કાયૅક્રમ રજુ કરેલ હતો. જસદણ જસદણ વિંછીયા પંથકમાં ૧પમી અોગષ્ટ સ્વાતંય દિનની ઉજવણી ઠેર ઠેર થઈ હતી. જસદણ વિંછીયા પંથકના અાટકોટ વિરનગર ગોખલાણા, શિવરાજપુર, કમળાપુર જેવા અનેક ગામોમાં સ્વાતંય દિનની ઉજવણી ઘ્વજવંદન પરેડ સાંસ્કૃતિક જેવા કાયૅક્રમોની ગરિમાપૂણૅ ઉજવણી થઈ હતી. સોમનાથ સોમનાથ મંદિર અને દેશના સ્વતંત્રતાના મહત્વના પ્રસંગો પરસ્પર અેક બીજા સાથે જોડાયેલ છે. ભગવાન સોમનાથ મહાદેવની નિશ્રામાં પ્રાત: અારતી, સરદાર વંદના કરવામાં અાવેલ હતી. ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઈ લહેરી દ્વારા ઘ્વજવંદન કરવામાં અાવેલ ત્યારે મંદિર સુરક્ષામાં જોડાયેલ પોલીસ જીઅાઈડી અેસઅારપી સોમનાથ સિકયુરીટી સ્ટાફ, સોમનાથ ટ્રસ્ટ અધિકારી કમૅચારીઅો, સ્થાનિક અગ્રણીઅો, તીથૅ પુરોહિતો યાત્રીગણ જોડાયા હતા. અા પ્રસંગે સોમનાથ ટ્રસ્ટ અધિકારી કમૅચારીઅો, સ્થાનિક અગ્રણીઅો, તીથૅ પુરોહિતો યાત્રીગણ જોડાયા હતા. અા પ્રસંગે સોમનાથ સુરક્ષા ડીવાયઅેસપી પી.અેમ. પરમાર સહિતના જોડાયા હતા. ઘ્વજવંદન બાદ સ્વાતંત્ર પવેૅ સંદેશ અાપતા ટ્રસ્ટી સેક્રેટરી પ્રવિણભાઈ લહેરી અે સરદાર પટેલને યાદ કરેલ અને જૂનાગઢ જિલ્લાને અખંડ ભારતન સાથે જોડી સોમનાથ તીથૅના જીણોૅઘ્ધાર પ્રસંગ યાદ કરેલ સાથે જ યુવાઅો અને ઉપસ્થિત સૌને માતૃભૂમિની સેવામાં સમપૅણ ભાવથી જોડાવવા માટે સંકલ્પ અા પ્રસંગે લેવા પ્રેરણા અાપી હતી. પાલીતાણા ૧પમી અોગષ્ટે ૭રમાં સ્વાતંય પવૅની ઉજવણી અંતગૅત ભાવનગર જિલ્લાના પાલીતાણા હાઈસ્કુલ તળેટી રોડ, પાલીતાણા મેદાન ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંય પવૅની અાન, બાન અને શાન સાથે ઉજવણી કરાઈ હતી. ગુજરાત રાજયના રાજયકક્ષાના મંત્રી કૃષિ, પંચાયત અને પયાૅવરણના જયદ્રથસિંહજી પરમારે ઘ્વજવંદન કરી રાષ્ટ્રઘ્વજની સલામી ઝીલી હતી. અા પ્રસંગે મંત્રી જયદ્રક્ષસિંહજી પરમારે જણાવ્યું હતું કે, અાજે અાપણે સૌ પાલીતાણા તાલુકા મથકે જિલ્લા કક્ષાના સ્વાતંય પવૅની ઉજવણી કરવાના હેતુસર ભેગા થયા છીઅે ત્યારે પાલીતાણા માટીમાં અનેક તપસ્વીઅોના તપની સુવાસ ફેલાયેલી છે. અા તપોભૂમિ તીથૅભૂમિ પણ કહી શકાય. ભૂતકાળમાં અહીં અનેક તીથૅ સ્વરૂપે લોકો અાવ્યા હતા. સ્વાતંય સેનાનીઅો પૂજય ગાંધીબાપુ, સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ અનેક નામી અનામી લોકોઅે દેશને અંગ્રેજાેની ગુલામીમાંથી અાઝાદ કરાવવા માટે ભગીરથ પ્રયત્નો કયાૅ હતા. રાજય સરકાર પણ ગુજરાતના વિકાસ અથેૅ ભગીરથ પ્રયત્ન કરી રહી છે. ભાવનગર કૃષિ ક્ષેત્રે ગુજરાતે છેલ્લા દોઢરુપોણા બે દાયકામાં રીતસર ચમત્કાર સજયોૅ છે. રાજયના કિસાન ભાઈઅોનો અથાગ પરિશ્રમ અને રાજય સરકારની વિવિધ કિસન લક્ષી યોજનાઅોના સમન્વયથી ગુજરાતનો કૃષિ વિકાસ દર સરેરાશ ડબલ ડિઝીટમાં રહયો છે. અા સ્વાતંય પવૅની ઉજવણીમાં ભાવનગર જિલ્લાની પ્રજાના વિકાસ માટે રૂા. રપ લાખનો ચેક કલેકટર હષૅદભાઈ પટેલને મંત્રીના હસ્તે અપૅણ કરાયો હતો. મંત્રી દ્વારા અનેક રમતવીરો તેમજ ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ સન્માનપત્રો અને અેવોડૅ અપૅણ કરાયા હતા. પાલીતાણા ખાતેના સ્વાતંય સેનાની બીબીબેન અકબરભાઈ પઠાણનું શાલ અોઢાડીને મંત્રી દ્વારા સન્માન કરવામાં અાવ્યું હતું. અા કાયૅક્રમમાં હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, અાસામ અને ગોવાના કુલ ૬ રાજયના ૯૦ કલાકારો દ્વારા વિવિધ લોકનૃત્ય તેમજ સાંસ્કૃતિક કાયૅક્રમો કરીને લોકના મન જીતી લીધા હતા. તલાલા ગીરરુસોમનાથ જિલ્લા કક્ષાનાં ૭રમાં સ્વાતંય પવૅની શાનદાર ઉજવણી તાલાલા ખાતે કરવામાં અાવેલ હતી. જિલ્લા કલેકટર અજયપ્રકાશે રાષ્ટ્રઘ્વજને સલામી અાપી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી સાથે ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કરેલ અને દેશની અાઝાદીમાં પોતાના પ્રાણની અાહુતી અાપનાર સ્વાતંય સેનાનીઅોને યાદ કરી કલેકટરે વિશાળ જનમેદનીને સંબોધતા જણાવેલ કે, વિવિધતામાં અેકતા ધરાવતા અાપણા દેશની સામાજિક સમરસ્તાનું જતન કરવાની અાપણા સૌની સહીયારી જવાબદારી છે. સ્વાતંય પવૅની ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. ભાણવડ ભાણવડ તાલુકાના નાના અેવા ઢેબર ગામે તાલુકા કક્ષાનાં અાઝાદી પવૅની શાનદાર ઉજવણી થઈ હતી, સવારથી જ ગામમાં અાઝાદી પવૅનો માહોલ જામ્યો હતો. વિધાથીૅઅોઅે પ્રભાત ફેરી કાઢી હતી, બાદમાં મામલતદાર પંજાબીઅે ત્રિરંગો લહેરાવતા ઉપસ્થિતોઅે ભારત માતા અને ઈન્કલાબ ઝીંદાબાદનાં નારા લગાવ્યા હતા. ટંકારા ટંકારા સીવીલ કોટૅના પટાંગણમાં ઘ્વજવંદનનો કાયૅક્રમ યોજાયો. પ્રિન્સીપલ સીવીલ જજ અેમ.કે.યાદવના વરદ હસ્તે ઘ્વજવંદન કરાયેલ. અા પ્રસંગે બાર અેસોસીઅેશનના અમિતભાઈ જાની, મુકેશભાઈ બારૈયા, અરવિંદભાઈ છત્રોલા, નોટરી હિરેનભાઈ નિમાણી, કુમાર શાળાના અાચાયૅ કેશુભાઈ જીવાણી કન્યા શાળાના અાચાયૅ ચેતનભાઈ ભાગીયા વિધાથીૅઅો, વાલીઅો, વકીલ મંડળના સભ્યો ત્યાં સ્ટાફ ઉપસ્થિત રહેલ. વિધાથીૅઅો દ્વારા સાંસ્કૃતિક કાયૅક્રમ રજુ કરાયેલ. પ્રિન્સીપાલ જજ અેમ.કે.યાદવના વરદ હસ્તે ઈનામો અપાયેલ. મહષિૅ દયાનંદ વિધાલય ટંકારામાં શ્રી મહષિૅ દયાનંદ વિધિવલક્ષી વિધાલયમાં ૭રમાં સ્વાતંય પવૅની ઉજવણી કરાયેલ. ટ્રસ્ટી કે.કે.મેરજાના વરદ હસ્તે ઘ્વજવંદન કરાયેલ. મહષિૅ દયાનંદ સ્મારક ટ્રસ્ટના અાચાયૅ રામદેવ, અાચાયૅ અેલ.વી.કગથરા, ઉપદેશક વિધાલય તથા શાળાના વિધાથીૅઅો તથા સ્ટાફ દ્વારા ઘ્વજવંદન કરાયેલ. અાચાયૅ અેલ.વી.કગથરાઅે સ્વાતંય પવૅની શુભેચ્છા પાઠવેલ.


Advertisement