રાજકોટ જીવનનગરમાં સંગીત સંધ્યા કાર્યક્રમમાં પદાધિકારીઓનું સન્માન

14 August 2018 07:16 PM
Rajkot
  • રાજકોટ જીવનનગરમાં સંગીત સંધ્યા કાર્યક્રમમાં પદાધિકારીઓનું સન્માન

Advertisement

ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ વોર્ડ નં.10 જાગૃત નાગરીક મંડળ રામેશ્ર્વર મહાદેવ મંદિર સમિતિ અને મહિલા મંડળના સંયુકત ઉપક્રમે સંગીત સંધ્યામાં મહાનગર પાલિકાના પદાધિકારીઓનું વિશિષ્ઠ સન્માન કરવામાં આવ્યુ હતું. વોર્ડ નં.10ના નગરસેવકો અને પદાધિકારીઓમાં અશ્ર્વિનભાઈ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, પૂર્વ નગરસેવક પરેશભાઈ હુબલ, પ્રભારી માધવ દવે, પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી પરેશભાઈ તન્ના, કમલેશભાઈ કાનાણી, નીતાબેન વાછાણી, પાર્થ ગોહેલ, આગેવાનોનું સન્માન કરી સમિતિએ સ્વાતંત્ર્ય પર્વના કાર્યક્રમોની વિગત આપી હતી. નવનિયુકત મેયર બીનાબેન આચાર્યનું બહુમાન સમિતિના હોદેદારો, મહિલા મંડળના બહેનોએ કર્યુ હતું.


Advertisement