અખિલ હિંદ મહિલા પરીષદ દ્વારા આયોજીત મહિલા સશકિતકરણ પખવાડિયા અંતર્ગત કેન્દ્રવર્તી સમારોહ યોજાયો

14 August 2018 07:15 PM
Rajkot
  • અખિલ હિંદ મહિલા પરીષદ દ્વારા આયોજીત મહિલા
સશકિતકરણ પખવાડિયા અંતર્ગત કેન્દ્રવર્તી સમારોહ યોજાયો

Advertisement

વિદ્યમાન મહિલાઓ સંદર્ભેના અધિકારો, કલ્યાણકારી યોજનાઓ અને સુરક્ષા વિષયક પ્રબંધોની સફળતાની પૂર્વ શરત સાતત્યપૂર્ણ અને જાગૃતિ છે અને ગુજરાતે સમગ્ર દેશને મહિલા સશકિતકરણના સંદર્ભમાં એક નવો રાહ ચીંધેલ છે તેમ ઉતરાખંડ રૂરલ ડેવલોપમેન્ટ સેન્ટર, દેહરાદૂનના સેન્ટરના ડાયરેકટર સુ. મેથીલીએ રાજકોટ ખાતે મહિલા સશકિતકરણના કેન્દ્રવવર્તી સમારોહમાં ઉદબોધન કરતા જણાવ્યુ હતુ. અખીલ હિંદ મહિલા પરીષદ દ્વારા ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલ મહિલા સશકિતકરણ પખવાડીયાના અનુસંધાને રાજકોટ ખાતે ઝોનલ ઓર્ગેનાઈઝર શ્રીમતી ભાવનાબેન જોશીપુરાના અધ્યક્ષસ્થાને આયોજીત ગૌરવપૂર્ણ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે આસી. પોલીસ કમિશ્ર્નર બારીયા હાજર રહેલ.


Advertisement