હાર્દિક પટેલને ઉપવાસ પહેલા જ જેલમાં મોકલવાની તૈયારી : જામીન રદ કરવા સરકારની અરજી

14 August 2018 06:27 PM
Gujarat
  • હાર્દિક પટેલને ઉપવાસ પહેલા જ જેલમાં મોકલવાની તૈયારી : જામીન રદ કરવા સરકારની અરજી

Advertisement

પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ તા.25થી અમદાવાદમાં ઉપવાસ પર જવાનો છે તે પૂર્વે જ રાજય સરકારે હાર્દિક સામે જે અનેક કેસ છે તેમાં રાયોટીંગના એક કેસમાં તે શરતભંગ કરી રહ્યો છે તેવુ જણાવી તેના જામીન રદ કરવા સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. હાર્દિક પટેલને રામોલના એક કેસમાં સરકાર ફસાવવાની લાંબા સમયથી તૈયારી કરી રહી હતી. હાર્દિકના છેલ્લા કેટલાક સમયના ભાષણો અને પ્રવાસોની સીડી તથા ફોટો સહિતની ત્રણ પોલીસ અધિકારીઓએ માહિતી તૈયાર કરીને એક રીપોર્ટ બનાવ્યો છે. જેમાં હાર્દિક પટેલને જામીન મેળવતા સમયે કોઇ રાજકીય પ્રવૃતિ નહી કરવાની શરત હતી તેનો ભંગ કરી રહ્યો હોવાનું જણાવાયું છે અને તેથી તેના જામીન રદ કરવાની માંગણી સેશન્સ કોર્ટમાં થઇ છે જેમાં હાલ સુનાવણી ચાલુ છે. જો હાર્દિકના જામીન રદ થાય તો તેને ફરી જેલમાં મોકલી દેવાશે. સરકારે હાર્દિક દ્વારા કેટલાક વિસ્તારોમાં પ્રવેશની મનાઇ હોવા છતાં પ્રવેશ કર્યો છે. તેવા પૂરાવાઓ પણ શોધી કાઢયા હોવાનું મનાય છે.


Advertisement