રહેવાલાયક શહેરોની યાદીમાં ગુજરાતના 4 મહાનગરોમાં રાજકોટ છેલ્લે: દેશમાં 38મો ક્રમ

14 August 2018 12:44 PM
Gujarat
  • રહેવાલાયક શહેરોની યાદીમાં ગુજરાતના 4 મહાનગરોમાં રાજકોટ છેલ્લે: દેશમાં 38મો ક્રમ

ખાતરીબદ્ધ પાણી પુરવઠા અને સ્થિર અર્થતંત્રની બાબતમાં સૌરાષ્ટ્રનું પાટનગર રાજયમાં આગળ સુરત, અમદાવાદ અને વડોદરા રાજયના રહેવાલાયક ટોપ-થ્રી શહેરો

Advertisement

અમદાવાદ તા.14
કેન્દ્ર સરકારે ગઈકાલે ‘ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેકસ’ જાહેર કર્યો હતો, અને એ અનુસાર પુણે, નવી મુંબઈ અને ગ્રેટર મુંબઈ અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને આવ્યા છે. કમનસીબે ગુજરાતનું એકપણ શહેર પ્રથમ 10માં નથી. આમ છતાં, સુરતને 19મો, અમદાવાદને 23મો, વડોદરાને 36મો, રાજકોટને 38મો, ગાંધીનગરને 38મો અને દાહોદને 79મો નંબર મળ્યો છે. એ જોતા 4 મહાનગરોમાં પણ રાજકોટ છેલ્લા સ્થાને છે.
આ ઈન્ડેકસ ચાર સ્તંભો અને 15 શ્રેણીઓના આધારે તૈયાર કરાયો હતો, અને એમાં 78 નિર્દેશાંકોનો ઉપયોગ કરાયા હતો. તેમાંથી 56 હાર્દરૂપ મુખ્ય અને 22 સપોર્ટીંગ સહાયક ઈન્ડીકેટર્સ હતા. કોર ઈન્ડીકેટર્સમાં આવશ્યક શહેરી સેવાઓનો સમાવેશ કરાયો હતો, જયારે સપોર્ટીંગ ઈન્ડીકેટર્સમાં ઈઝ ઓફ લિવિંગ વધારતા નવતર પગલાંના સ્વીકારનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
રાજકોટ ગૌરવ લઈ શકે તેવી એક બાબત એ છે કે આર્થિક શ્રેણીમાં રાજકોટ 15માં ક્રમ સાથે રાજયમાં મોખરે રહ્યું છે. આ સંદર્ભમાં દાહોદ (32), વડોદરા (42), અમદાવાદ (45), સુરત (69) અને ગાંધીનગર (107) પાછળ રહ્યા છે.
રહેવાલાયક શહેરોના ઈન્ડેકસમાં 111 શહેરમાં પૂણે મોખરે છે તો ઉતરપ્રદેશનું રામપુર તળીયે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસી રાષ્ટ્રીય યાદીમાં 33માં નંબરે છે.
રાજકોટ અને બીજી એક સાદી વાત એ છે કે ખાતરીબદ્ધ પાણી પુરવઠા તથા નોકરી આપવા અને સ્થિર અર્થતંત્ર આપવા બાબતે ગુજરાતના અન્ય શહેરોથી મોખરે છે. સલામતીની દ્રષ્ટીએ ગાંધીનગર પ્રથમ, દાહોદ બીજા નંબરે છે.


Advertisement