સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટના પ્રમુખ પદે કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાની વરણી

14 August 2018 12:25 PM
Saurashtra
  • સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટના પ્રમુખ પદે કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાની વરણી

સંસ્થા દ્વારા સેવાકીય પ્રવૃતિઓને વેગ અપાશે: રાદડીયા

Advertisement

(સાગર સોલંકી/ભોલાભાઈ સોલંકી) ધોરાજી તા.14
દ્વારકા ખાતે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ ટ્રસ્ટ રાજકોટમાં ટ્રસ્ટી મંડળની લેઉવા પટેલ સમાજ ભવન ખાતે મળેલ મીટીંગમાં ટ્રસ્ટના પ્રમુખ તરીકે રાજ્યના યુવા કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાની વરણી કરવામાં આવી હતી.
લેઉવા પટેલ સમાજના વડીલ અને પથદર્શક વિઠ્ઠલભાઈ રાદડીયાના વઢપણ હેઠળ આ ટ્રસ્ટ તીર્થ સ્થાન એવા શ્રીનાથ દ્વારા તેમજ દ્વારકા ખાતે ભવ્ય સમાજ ભવનોના નિર્માણ કાર્ય કરેલ છે. તેમજ તેમના વડપણ હેઠળ તીર્થસ્થાન એવા હરિદ્વાર અને મથુરા ખાતે જમીન ખરીદી થઈ ગયેલ છે. અને એ જમીન પર આગામી સમયમાં ભવ્ય સમાજ ભવનનું નિર્માણ કરવાના કામની શરૂઆત કરવામાં આવશે.
આ તકે કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાનું ભવ્ય સન્માન કરાયું હતું. આ તકે ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશભાઈ પટેલ (રાજકોટ), વસંતભાઈ ગજેરા (સુરત), રાજુભાઈ હિરપરા(જેતપુર), વિરજીભાઈ વેકરીયા (જેતપુર), અરવિંદભાઈ ત્રાડા (રાજકોટ), રમેશભાઈ ધડુક (ગોંડલ), મનસુખભાઈ દેવાણી (જામનગર), ગોવિંદભાઈ રાણપરીયા સહિતના લોકો હાજર રહેલ હતા. અને સમાજના દાતાઓ સમાજીક અને રાજકીય અગ્રણીઓ, વડીલો અને યુવાનો મિત્રોેએ સમાજના નિર્માણમાં તન, મન, ધનથી સહકાર આપવા અપીલ કરાઈ હતી. આ પ્રસંગે કેબીનેટ મંત્ર જયેશભાઈ રાદડીયાએ જણાવેલ હતું કે, સંસ્થાની સેવાકીય પ્રવૃતિઓને વેગ અપાશે.


Advertisement