મોરબી પંથકના ત્રિપલ મર્ડર કેસના ૧૨ આરોપીઓ ઝડપાયા

13 August 2018 11:28 PM
Rajkot Gujarat
  • મોરબી પંથકના ત્રિપલ મર્ડર કેસના ૧૨ આરોપીઓ ઝડપાયા
  • મોરબી પંથકના ત્રિપલ મર્ડર કેસના ૧૨ આરોપીઓ ઝડપાયા

Advertisement

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી લીલાપર બોરિયાપાટી વાડી વિસ્તારમાં ગત રાત્રીના ૧૧:૩૦ કલાકે થયેલ ત્રિપલ મર્ડરના આરોપીની પોલીસે શોધખોળ ચલાવી હતી જેમાં ડીવાયએસપી બન્નો જોષીની સુચનાથી તાલુકા પોલીસની ટીમ તેમજ એલસીબી અને એસઓજી ટીમો તથા એ ડીવીઝન ની ટીમ વાડીઓમાં કોમ્બિંગ કરતી હોય જેમાં તાલુકા પો.સ્ટે.ગુ.ર.નં.ફર્સ્ટ.૧૩૧/૧૮ આઈ.પી.સી. કલમ.-૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૩૦૨,૩૪, તથા જી.પી.એકટ ૧૩૫ મુજબના કામના તમામ આરોપીઓ પૈકી [૧] ધનજીભાઈ મનસુખભાઈ ડાભી ઉ.વ.૨૮ [૨] કિશોરભાઈ શીવાભાઈ ડાભી ઉ.વ. ૨૦ [૩] પ્રવીણભાઈ શીવાભાઈ ડાભી ઉ.વ.૨૩ [૪] સંજયભાઈ નારણભાઈ ડાભી ઉ.વ.૨૦ નાઓને સારવારમાંથી રજા આપતા આજરોજ તા.૧૩/૦૮/૨૦૧૮ ના ક.૧૭/૦૦ વાગ્યે તેમજ કોમ્બિંગ દરમ્યાન આરોપી નં.[૫] ભરતભાઈ નારણભાઈ ડાભી ઉ.વ.૨૩ [૬] જયંતી નારણભાઈ ડાભી ઉ.વ.૨૫ [૭] અશ્વિનભાઈ જીવરાજભાઈ ડાભી ઉ.વ.૧૯ [૮] ભરતભાઈ જીવરાજભાઈ ડાભી ઉ.વ.૨૧ [૯] કાનજીભાઈ મનસુખભાઈ ડાભી ઉ.વ.૨૬ [૧૦] શીવાભાઈ રામજીભાઈ ડાભી ઉ.વ.૫૬ [૧૧] મનસુખભાઈ રામજીભાઈ ડાભી ઉ.વ.૫૪ [૧૨] જીવરાજભાઈ રામજીભાઈ ડાભી ઉ.વ.૪૩ રહે.બધા લીલાપરની બાજુમાં બોરિયા પાટી જગશીની વાડી તા.જી.મોરબી વાળાઓને આજરોજ તા.૧૩/૦૮/૨૦૧૮ ના કલાક ૨૦/૩૦ વાગ્યે ધોરણસર અટક કરેલ છે આમ ઉપરોક્ત ગુન્હાના કામે ૧૨ આરોપીઓને ધોરણસર અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.


Advertisement