સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સામાચાર

11 August 2018 12:11 PM
Saurashtra
  • સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સામાચાર

Advertisement

સાવરકુુંડલામાં ખેડૂત સંમેલન
સાવરકુંડલામાં અમુક ગામ વીમાથી વંચીત રહી ગયેલ હોય તેના માટે આજરોજ સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ખેડુત સમેલન યોજી ખેડુતનો અવાજ સરકાર સુધી પોચાડતા યાર્ડના શેડમાં સભા રાખી અને મામલતદાર ઓફીસે પોત પોતાના વાહનોમાં જય વીશાળ સંખ્યામાં પ્રાંત અધીકારીને આવેદન આપતા. ભાવનગર ડ્રીસ્ટીક બેન્ક ચેરમેન નાનુભાઈ વાધાણી તથા સહકારી આગેવાન દીપકભાઈ માલાણી તથા દીલીપભાઈ ચોઢા તથા દુલભભાઈ કોઠીયા તથા ભનુભાઈ જયાણી તથા લાખાભાઈ ર્ગૂજર કોઠીયા તથા લાલજીભાઈ મોર તથા જસુભાઈ ખુમાણ સહકારી મડળીના પ્રમુખઓ તથા મંત્રીઓ અને 500ની સંખ્યામાં ખેડૂતો હાજર રહયા હતા.
વડિયા તાલુકાના વિદ્યાર્થીનીઓ હેરાન પરેશાન
વડિયા નજીકના સાંકરોલા, ઢોળવા,મોરવાડા, ખાખરીયા ગામના 50 થી વધુ વિદ્યાર્થીઓને એસ.ટી.બસનો લાભ મળતો નથી જેને લઈને વિદ્યાર્થીનીઓએ આજે વડિયા એસટી ડેપો એથી ઉગ્ર રોષ સાથે વડિયા ચેમ્બર્સ ઓફ કોમર્સને ધારદાર રજૂઆતો કરી અને વડિયા વિદ્યાર્થીઓ માટે બસ નો કોઈ નિવેળો લાવો નહીંતર સ્કૂલ નો ટાઈમ ફેરફાર કરાવો વિદ્યાર્થીનીઓને જીવના જોખમે અડધી રાતે છકડો રિક્ષામાં બેસી જવું પડે છે ને માતા પિતાને ચિતા ઉભી થાય છે એસટી બસોની અનિયમિતતાને લઈને વિદ્યાર્થીઓની હાલત એસટી ડેપો પાસે રખડતા આખલા જેવી થાય છે જો આ બાબતે વિદ્યાર્થીઓના પ્રશ્ર્નો વિધાન સભામાં ઉઠાવે અમરેલીના ધારાસભ્ય અને વિરોધપક્ષના નેતા તો વિદ્યાર્થીઓનું શિક્ષણ ડોળાતું અટકશે અને વિદ્યાર્થીઓના સપનાઓ સાકાર બનશે વિરોધપક્ષના નેતા ગાંધીનગર બેઠા બેઠા થોડું ઘણું અમરેલી જિલ્લાની પબ્લિકને થતી હાલાકી વિશે હવે તો વિચારે તો સારું પબ્લિકની હૈયાવરાળમાંથી જણાઈ રહ્યું છે.
ધારીના જીવનમુક્તેશ્ર્વર મહાદેવ માર્ગ પર અજવાળા
ગાંધીબ્રીજ બાદ શેત્રુંજીનો પુલ પણ એલ.ઈ.ડી.થી સુશોભિત, મહાદેવ મંદિર સુધીનો આખોયે નબાપરા માર્ગ જળહળવા માંડયો ધારી ગ્રામપંચાયતે શ્રાવણ માસમાં શિવ ભક્તોને સુંદર ભેટ આપી છે ધારી શહેરના હાર્દ ગણાતા જીવનમુક્તેશ્ર્વર મહાદેવ મંદિર સુધી આખાય માર્ગ પર પોલે પોલે લાઈટો ફીટ કરાવી લોકો માટે ખાસ સુવિધા ઉભી કરી છે આટલુ જ નહીં પણ ધારી અને પ્રેમપરા ગ્રામપંચાયતે મળી શેત્રુંજી નદીના પુલ પર પોલ ઉભા કરી એલ.ઈ.ડી.લાઈટ ફીટ કરી જમાવટ કરી છે બન્ને પંચાયતોની કાર્યપ્રણાલીથી સમગ્ર જનતા પ્રભાવિત બની છે.
વડાલમાં વિદ્યાર્થીઓની રેલી
તા.10 ઓગષ્ટ ર018ના રોજ વિશ્ર્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલ-વડાલ તા.જી.જુનાગઢ મુકામે વિશ્ર્વસિંહ દિવસ-ર018 અંતર્ગત શાળના બાળકો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. તેમજ સ્ટાફગણ દ્વારા વિદ્યાર્થીઓને સિંહ સંરક્ષણ માટે યોગદાન આપવા માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. તેમજ એશીયાઈ સિંહો વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ નિમિત્તે શાળાના સંચાલક અનિલભાઈ કાવાણી, છગનભાઈ રાખોલીયા શાળાના આચાર્ય તથા સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.
સરધારમાં સાયકલ વિતરણ
રાજકોટ તાલુકાના સરધાર ગામે જીલ્લા કક્ષાનો વન મહોત્સવ સાયકલ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, ઘોઘુભા જાડેજા, રઘુવિરસિંહ જાડેજા, ચેતનભાઈ પાણ, પિન્ટુભાઈ ઢાંકેચા, ભુપતભાઈ વડુકિયા, સદસ્યઓ તેમજ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તેમજ સરધાર પી એસ. આઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેલ.
સુલતાનપુર ગામે ખોડિયાર માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા
ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે આવેલ પાંચાણી પરીવારના કુળદેવી શ્રી ખોડીયાર માતાજીના મંદિરે ગત રાત્રિના અજાણ્યા તસ્કરોએ ત્રાટકી માતાજીના સોના-ચાંદીના દાગીના તેમજ દાનપેટીમાંથી રોકડ રકમ મળી 48 હજારના મુદ્દામાલની ચોરી કરી જતા ચંદુભાઈ મોહનભાઈ પાચાણી પટેલ દ્વારા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
કુંકાવાવમાં રોજગાર શિબિર
કુંકાવાવ તાલુકાના અમરાપુર ગામે કૌશલ્ય વર્ધન કેન્દ્ર્ર અમરાપુરમાં ચાલતા કોમ્પ્યુટર, સીવણ અને બ્યુટી પાર્લર જેવા ટુંકાગાળાના કોર્ષ કાર્યરત છે. જેનો લાભ આજુબાજુના ગામડાના ભાઈઓ તથા બહેનોને મળે છે. ત્યાં રોજગાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વરોજગાર શિબિરમાં જીલ્લા રોજગારી કચેરીના વાઘેલા દ્વારા તાલિમાર્થીઓને સ્વરોજગાર માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેનો લાભ બહોળી સંખ્યામાં તાલિમાર્થીઓએ લીધેલો હતો.
સોમનાથ-પ્રભાસપાટણમાં વિશ્ર્વસિંહ દિવસની ઉજવણી
ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રસ્થાપિત શ્રી ધર્મભકિત જીલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ગીર-સોમનાથ દ્વારા વિશ્ર્વ સિંહ દિવસ ર018ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રભાસપાટણની વિવિધ શાળાઓના બાળકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. તથા પ્રભાસપાટણની શેરીઓ તથા સોમનાથ મંદિરથી શંખ સર્કલ સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને સિંહ વિશેની વિસ્તૃત માહિતી લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા આપવામાં આવેલ હતી.


Advertisement