કાલે હાર્દિક પટેલ શા માટે લેશે જળસમાધિ ! વાંચો

10 August 2018 10:59 PM
Rajkot Gujarat Saurashtra
  • કાલે હાર્દિક પટેલ શા માટે લેશે જળસમાધિ ! વાંચો

Advertisement

ધોરાજીના ભાદર-2 ડેમને જેતપુરના સાડી કારખાનેદારોએ ભયંકર કેમિકલયુક્ત પાણી છોડીને બગડી નાખ્યો છે.ડેમના પાણી શુદ્ધ કરવા અને પાણી પ્રદુષણ સદંતર બંધ કરવાની માંગ સાથે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ છેડેલા ભાદર બચાવ અભિયાનને તેમજ જળસમાધીણી વસોયાની ચીમકીને પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ ટેકો આપી જણાવ્યું છે કે, ધોરાજીના ભૂખી ખાતે તે પણ જળસમાધી માટે તૈયાર છે.

હાર્દિકની પણ આવી ચીમકીથી સમગ્ર પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે અને ભૂખી ખાતે પોલીસના ધાડેધાડા ઉતારી દીધા છે. ત્યારે સમય જ બતાવશે કે, કાલે લલિત વસોયા અને હાર્દિક પટેલ સહિતના આગેવાનોનું આયોજન સફળ થશે કે નહી !


Advertisement