જીલ્લા પંચાયતની છેલ્લી કારોબારીનાં નિર્ણયો હાઈકોર્ટમાં માન્ય: અર્જુન ખાટરીયા

10 August 2018 06:46 PM
Rajkot

હાઈકોર્ટનાં ચુકાદા વિશે હરિફોના વિરોધાભાસી દાવા

Advertisement

રાજકોટ તા.10
રાજકોટ જીલ્લા પંચાયતમાં ચાલી રહેલી સતાની ખેંચતાણ વચ્ચે કારોબારીની બેઠકની કાયદેસરતા સંબંધી કાનુની જંગમાં 6 સપ્ટેમ્બરની મુદત પડી છે છતાં હાઈકોર્ટ દ્વારા ગત કારોબારીની કાર્યવાહીને માન્ય ગણી દીધી હોવાનું કારોબારી ચેરમેન અર્જુનભાઈ ખાટરીયાએ કહ્યું હતું.
રાજકોટ જીલ્લા પંચાયતમાં શાસક કોંગ્રેસમાં જ આંતરીક બળવો થયો હતો અને ભાજપની મદદથી અસંતુષ્ટોએ અર્ધોડઝન સમિતિઓ પર કબજો જમાવી લીધો હતો. આ ઘટનાક્રમ પૂર્વે 21 મી જુલાઈએ કારોબારી બેઠક યોજાઈ હતી તેમાં જમીન બીનખેતી સહીતની અનેક દરખાસ્તો હતી. આ બેઠક સામે વિકાસ કમીશ્નરે સ્ટે આપ્યો હતો. પરંતુ કારોબારી ચેરમેને સ્ટેને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.હાઈકોર્ટ વિકાસ કમી.નાં સ્ટેને સ્ટે કર્યો હતો અને તે જ દિવસે કારોબારી બેઠક યોજીને એજન્ડા મુજબના નિર્ણયો લઈ લેવાયા હતા.
ભાજપનાં સભ્ય દ્વારા કારોબારી બેઠક ગેરકાયદે ગણાવીને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ગઈકાલે સુનાવણી હતી. કારોબારી ચેરમેન અર્જુન ખાટરીયાએ વાતચીતમાં જણાવ્યું હતું કે હાઈકોર્ટે 21 જુલાઈની કારોબારીના નિર્ણયોની અમલવારી કરવાનું જણાવી દીધુ છે પ્રતિવાદીની સ્ટેની માંગ ફગાવી છે.
કારોબારી ગેરકાયદે હોવાનો દાવો કરનાર જુથે કેસ હજુ આગળ ચલાવવાની દલીલ કરતા વધુ સુનાવણી 6-9-2018 ના પર મુલત્વી રાખવામાં આવી છે.


Advertisement