નવા વાહનનાં રજીસ્ટ્રેશન માટે આરટીઓમાં 1400 થી વધુ ઓનલાઈન અરજીઓ આવી

10 August 2018 06:45 PM
Rajkot
  • નવા વાહનનાં રજીસ્ટ્રેશન માટે આરટીઓમાં 1400 થી વધુ ઓનલાઈન અરજીઓ આવી

વાહન રજીસ્ટ્રેશન પેટે તંત્રને રૂા.2 કરોડથી વધુની આવક થઈ

Advertisement

રાજકોટ તા.10
રાજકોટ સહીત રાજયભરમાં ગત તા.1-8 થી નવા વાહનો જેમાં ટુ-વ્હીલરથી માંડી અને ટ્રક સુધીનું રજીસ્ટ્રેશન ઓનલાઈન કરાવવાનું ફરજીયાત બનાવાયું છે આ ઓનલાઈન રજીસ્ટ્રેશનને ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યાનું આરટીઓના સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
રાજકોટ ઉપરાંત રાજયભરમાં આ ઓનલાઈન વાહન રજીસ્ટ્રેશનને સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.
ત્યારે રાજકોટ આર.ટી.ઓ કચેરીનાં સુત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ રાજકોટ આરટીઓ તંત્ર સમક્ષ છેલ્લા દસ દિવસ દરમ્યાન નવા વાહનનાં રજીસ્ટ્રેશન માટે 1400 થી વધુ અરજીઓ આવી છે અને નવા વાહન રજીસ્ટ્રેશન પેટે રૂા.2 કરોડથી વધુની આવક થઈ ચુકી છે. આરટીઓને રજીસ્ટ્રેશન ફી ટેકસ, ફાયનાન્સ ફી, પાસીંગ ફી વગેરે મળી ઓન લાઈન રજીસ્ટ્રેશન પેટે રૂા.2 કરોડથી વધુની આવક થયાનું રાજકોટ જીલ્લા આરટીઓ કચેરીના અધિકારી સુત્રો દ્વારા જણાવાયું હતું.
દરમ્યાન રાજયના આરટીઓ તંત્રના સુત્રોમાંથી મળતી વધુ વિગતો, મુજબ રાજયભરમાં પણ ઓનલાઈન રજીસ્ટ્રેશનને છેલ્લા 10 દિવસ દરમ્યાન ખુબ સારો આવકાર મળેલ છે અને દસ દિવસમાં જ 27000 થી વધુ નવા વાહનો ઓનલાઈન નોંધાયા છે અને આરટીઓ તંત્રને રૂા.27 કરોડથી વધુની આવક થઈ છે.


Advertisement