સ્વતંત્રતા દિન બાદ રાજયના અધિકારીઓના વાયબ્રન્ટ-વિદેશ પ્રવાસ

10 August 2018 06:43 PM
Gujarat

મુખ્યમંત્રી આવાસે બેઠકમાં નિર્ણય

Advertisement

ગાંધીનગર તા.10
રાજ્ય સરકાર દ્વારા આગામી જાન્યુઆરી માં આયોજિત વાયબ્રન્ટ સમિટ ને લઈને મુખ્યમંત્રી નિવાસે મહ્ત્વની બેઠક આજે મળી હતી.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજ્ય સરકારના સંલગ્ન વિભાગો દ્વારા વાઇબ્રન્ટ સમિટ ની તૈયારીઓ ચાલી રહી છે.જેમાં કેટલીક બાબતોનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વાઇબ્રન્ટ સમિટને સફળ બનાવવા માટે અને તેના પ્રચાર માટે આજની બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે આ વખતે માત્ર ઉચ્ચ અધિકારીઓ નેજ વિદેશ પ્રવાસે મોકલવામાં આવશે. જ્યારે મંત્રીમંડળના પ્રધાનોને દેશના વિવિધ રાજ્યોમાં વાઈબ્રન્ટના પ્રચાર અર્થે પ્રવાસે મોકલવાનું આયોજન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિનામાં આયોજિત વાઇબ્રન્ટ સમિટ ના પ્રચાર તેમ જ આમંત્રણ માટે ઓગસ્ટ મહિનાના અંતમાં અધિકારીઓનો વિદેશ પ્રવાસ શરૂ થશે જેમાં રાજ્ય સરકારના સનદી અધિકારીઓ જ આ પ્રવાસ કરશે જ્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત વિદેશ પ્રવાસે જશે નહીં તેમ મનાઈ રહ્યું છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને આયોજિત આ બેઠકમાં અધિકારીઓ ના વિદેશ પ્રવાસ તેમજ મુખ્યમંત્રી અને મંત્રીમંડળના અન્ય રાજ્યના પ્રવાસ ના મુદ્દે આખરી ઓપ આપવા માટે આ બેઠકમાં વિચારવિમર્શ કરવામાં આવ્યા હતા. જોકે વાઈબ્રન્ટ સમિટની તૈયારીના ભાગરૂપે પી એમ ઓ (વડાપ્રધાન કાર્યાલય) પણ સંકળાયેલું છે. જે આ સમિટની તૈયારી ઓ નું સતત મોનિટરિંગ કરી રહ્યું છે. આજની આ બેઠકમાં કરેલી ચર્ચા અને તેના નિર્ણયોનો વિશેષ અહેવાલ તૈયાર કરી પી.એમ.ઓ મા મોકલવામાં આવશે .અને ત્યારબાદ પી.એમ.ઓ માંથી મંજુરી મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.


Advertisement