તમામ કોમ્યુનિટી હોલમાં ફાયર સેફટી મુકવા કમિશ્નરનો અાદેશ

10 August 2018 06:42 PM
Rajkot
  • તમામ કોમ્યુનિટી હોલમાં ફાયર સેફટી મુકવા કમિશ્નરનો અાદેશ

વોડૅ નં.૧૩ની ઘટના બાદ તત્કાલ પડઘો...

Advertisement

રાજકોટ, તા. ૧૦ શહેરના વોડૅ નં.૧૩માં અાવેલા મહાપાલિકાના કોમ્યુનિટી હોલમાં ગઈકાલે લાગેલી અાગની ઘટનામાં ફાયર સેફટીના સાધનનો અભાવ પણ બહાર અાવતા કમિશ્નરે હવે તમામ હોલમાં અા સુવિધા તત્કાલ ઉભી કરવા અાદેશ અાપ્યો છે. ગઈકાલે ચાલુ પ્રસંગે ગેસથી રસોઈ રસોડામાં કરવામાં અાવતી હતી. અા સમયે અાગ લાગતા દોડધામ મચી ગઈ હતી અને ફાયર બ્રિગેડનો સ્ટાફ અાગ ઠારવા દોડયો હતો. અા જગ્યાઅે અાગ કાબુમાં લઈ શકાય તેવી તત્કાલ સાધનની વ્યવસ્થા ઉપલબ્ધ ન હતી માત્ર અેક બોટલ રાખવામાં અાવી હતી. અાથી મનપાની બેદરકારી હોવા અંગે વોડૅના કોંગી કોપોૅરેટર જાગૃતિબેન ડાંગરે પણ કમિશ્નરને પત્ર લખ્યો હતો. જે જગ્યા ફાયર સેફટીના સાધનો ન હોય ત્યાં મનપા ચેકીંગ કરીને દંડ પણ ફટકારે છે. અનેક બિલ્ડીંગ દર વષેૅ ઝપટે ચડે છે. બાંધકામ નિયમો પણ કડક કરવામાં અાવ્યા છે. અાથી હવે મનપાની અા મિલ્કતોમાં પણ ફાયર સેફટીના સાધનો વિકસાવી લેવા અેસ્ટેટ વિભાગને સુચના અાપવામાં અાવી છે. તમામ કોમ્યુનીટી હોલનો સવૅે કરી જરૂરી સાધનો ટુંક સમયમાં મુકવામાં અાવશે તેવું કમિશ્નરે કહયું હતું.


Advertisement