ફ્રાંસમાં ભારે વરસાદથી પૂર : સેંકડો પ્રવાસીઓને બચાવાયા

10 August 2018 06:41 PM
India
  • ફ્રાંસમાં ભારે વરસાદથી પૂર :  સેંકડો પ્રવાસીઓને બચાવાયા

Advertisement

પેરિસ તા.10
સાઉથ ફ્રાન્સમાં ગાર્ડ પ્રદેશમાં ગુરૂવારે ત્રાટકેલાં વાવાઝોડાંના કારણે હજારો ટૂરિસ્ટ્સ ફસાયા હતા. ફ્રાન્સનો ગાર્ડ પ્રદેશ બ્રિટિશ ટૂરિસ્ટ્સમાં ફેમસ છે. દર વર્ષે ઉનાળામાં હજારોની સંખ્યામાં યૂથ સમર વેકેશન કેમ્પ માટે આવતા હોય છે. ગુરૂવારે ત્રાટકેલાં વાવાઝોડાંના કારણે અહીંની નદીઓમાં પૂર આવ્યું હતું. વાવાઝોડાં અને પૂરના કારણે અંદાજિત 1600 જેટલાં ટૂરિસ્ટ્સ પ્રદેશમાં ફસાઇ ગયા હતા. ફ્રાન્સ ઓથોરિટીએ હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યુ છે. ભારે વરસાદના કારણે ગાર્ડની સેઝ અને આર્દેચ નદીમાં પૂર આવ્યું હતું.ડઝનથી વધુ સાઇકલ સાથે ફસાયા ઓથોરિટીએ જાહેર કરેલી ઇમરજન્સી તસવીરોમાં ડઝનથી વધુ કેમ્પેઇનર જેઓ સાઇકલ લઇને નિકળ્યા હતા તેઓ પૂરના પાણીમાં ફસાઇ ગયા હતા. કેટલાંક લોકોએ સોશિયલ મીડિયા પર બ્રાઉન ફ્લડના વીડિયો અને તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં પૂરના પાણીમાં લોકો અને વાહનો ફસાયેલા જોવા મળે છે.


Advertisement