સૌરાષ્ટ્રના જાણીતા અાકિૅટેક કિરીટભાઈ કામદારનું નિધન : કાલે બેસણું

10 August 2018 06:40 PM
Rajkot
  • સૌરાષ્ટ્રના જાણીતા અાકિૅટેક કિરીટભાઈ કામદારનું નિધન : કાલે બેસણું

જેસીઝ તથા રોટરી ગ્રેટરમાં પ્રમુખ તરીકે રહીને સામાજિક કાયોૅ દ્વારા નામના મેળવી : સમાજમાં બહુમૂલ્ય યોગદાન : સ્મશાનયાત્રામાં અાકીૅટેક ગ્રુપના તથા સમાજના અગ્રણીઅો જોડાયા

Advertisement

રાજકોટ, તા. ૧૦ રાજકોટના જાણીતા અાકીૅટેક કિરીટભાઈ કામદારનું ગઈકાલે રાત્રે અવસાન થતાં સમાજમાં ઘેરો શોક છવાઈ ગયો છે. તેમની વય ૭૧ વષૅની હતી. તેઅો બે દિવસ પૂવેૅ પાલીતાણા જવાના હતા ત્યાં વિપશ્યના ઘ્યાન કેન્દ્રની ઈમારતની ડિઝાઈન તેમણે બનાવી હતી તેનું નિરીક્ષણ કરવા જવાના હતા પરંતુ તેમને નબળાઈ લાગતા પાલીતાણા જવાનું મુલત્વી રાખ્યું. ગઈકાલે સાંજે તબીયત લથડતા સ્ટલીઁગ હોસ્પિટલમાં દાખલ કરવામાં અાવ્યા હતા. ડોકટરોઅે તત્કાલ સારવાર અાપી પરંતુ રાત્રીના ૯.૩૦ કલાકે તેમણે અંતિમ શ્ર્વાસ લીધા હતા. અાજે સવારે તેમના નિવાસસ્થાન રઘુકુલ શારદાબાગ પાસેથી કિરીટભાઈ કામદારની અંતિમયાત્રા નીકળી ત્યારે અાકીૅટેક સાથે સંકળાયેલા નિષ્ણાંતો જોડાયા હતા તેમજ વિવિધ સમાજના અગ્રણીઅો જોડાયા હતા. જીવન ઝરમર સૌરાષ્ટ્રના પ્રથમ અાકીૅટેક તરીકેની સિઘ્ધિ ધરાવતા કિરીટભાઈ કામદારની સામાજિક સેવાઅો પણ નોંધનીય છે સરળ, સાલસ સ્વભાવ ધરાવતા કિરીટભાઈ રાજકોટ જેસીઝ તથા રોટરી ગ્રેટરમાં પ્રમુખ તરીકે રહીને અનેક સામાજિક કાયોૅ કરીને નામના મેળવી હતી. તેમણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં વિશાળ ઈમારતો, ડીઝાઈનો બનાવી છે. તેઅો સમર કલાસીઝ શરૂ કરવામાં પ્રથમ રહ્યા છે. સમાજમાં તેમનું બહુમૂલ્ય યોગદાન રહયું છે. તેમના નિધનથી ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. તેમના પરિવારમાં પત્ની ઈલાબેન, પુત્ર નિમિત (અાકીૅટેક), નિશાબેન (અાકીૅટેક) તથા પ્રાચીને વિલાપ કરતાં છોડી ગયા છે. બેસણું અાકીૅટેક સ્વ. કિરીટભાઈ કામદારનું બેસણું અાવતીકાલે તા. ૧૧મીના શનિવારે સવારે ૧૦ થી ૧૧.૩૦ કાઠીયાવાડ જીમખાનામાં રાખેલ છે.


Advertisement