ચાયવાલા મોદીઅે ચાય કેમ બનાવી તે કિમીયો અાપ્યો : નાલાના ગેસથી ચાનો કીટલો અને ગોબરના ગેસથી ખેતરનો પમ્પ ચલાવાય છે

10 August 2018 05:40 PM
India
  • ચાયવાલા મોદીઅે ચાય કેમ બનાવી તે કિમીયો અાપ્યો : નાલાના ગેસથી ચાનો કીટલો અને ગોબરના ગેસથી ખેતરનો  પમ્પ ચલાવાય છે

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીઅે અાજે વલ્ડૅ બાયોફયુલ ડે નિમિતે સંબોધન કરતા ખેડૂત અને ચાયવાલાના કિસ્સાનું વણૅન કયુૅ હતું અને કહયું હતું કે અાજે ચાયવાલા અાધુનિક ગેસથી તેનો સગડો પેટાવે છે અને ચાય બનાવે છે પરંતુ મેં અેક સમયે અખબારમાં વાંચ્યુ હતું કે અેક નાનો ચાવાળો કોઈ નાલાની પાસે ચા વેંચતો હતો અા ચાયવાલાને ખબર પડી કે ગંદાનાલામાંથી ગેસ પણ નીકળે છે અને તેની દુગૅધ અાવે છે તેને અહીં અેક વાસણ ઉંધુ મુકીને તેમાં અેક કાણુ પાડયુ અને પાઈપ નાખી દીધો અને તેના વાટે જે ગેસ અાવતો હતો તેનાથી તે પોતાનો સગડો પ્રગટાવીને ચા બનાવતો હતો. મોદીઅે અા ઉપરાંત કહયંુ કે અેક દિવસ હું પસાર થતો હતો ત્યારે અેક ખેડુતની અાધુનિક ટેકનીક જોઈને ખુશ થયો. અેક ખેડુત સ્કુટર ઉપર અેક મોટી ટયુબ લઈ જતો હતો તેણે ટયુબમાંથી હવા કાઢી ન હતી જયારે પુછાયુ કે અા રીતે હવા કાઢીને ટયુબ લઈ જવાથી તેને શ્રમ અોછો પડશે તો ખેડુતે જવાબ અાપ્યો કે મારા ઘરે જે કચરો નીકળે છે તેનો તથા પશુના ગોબરનો ગેસ અેકત્ર કરીને હું અા ટયુબમાં લઈ જાઉ છુ અનેઅા ગેસથી મારા ખેતરનો પંમ્પ ચલાવું છું.


Advertisement