ત્રિપલ તલાક ખરડો ફરી ટળ્યો : સવૅસંમતિ નહીં : હવે શિયાળુ સત્રમાં

10 August 2018 05:37 PM
India

અાખું સત્ર સારી રીતે ચાલ્યા બાદ અંતિમ દિવસે સરકાર અને વિપક્ષની ટકકરના દ્રશ્યોઈ રાફેલ વિમાન સોદા મુદે વિપક્ષના રાજયસભામાં તથા સંસદ બહાર દેખાવો : સોનિયા જાેડાયા : ત્રિપલ તલાક ખરડા સંસદની ખડી સમિતિને સોંપવાની તૈયારી : સરકાર વટહુકમથી ત્રિપલ તલાક કાનુન અમલમાં લાવે તેવી શકયતા

Advertisement

નવી દિલ્હી, તા. ૧૦ સંસદના ચોમાસુ સત્રના અાજે સંભવત અંતિમ દિવસે વિપક્ષોઅે રાફેલ વિમાનના સોદા અંગે ફરી અેક વખત બંને ગૃહોમાં તથા ગૃહોની બહાર દેખાવો કયાૅ હતા અને લોકસભા તથા રાજયસભાના કામકાજને ૧૦ મીનીટ માટે થંભાવી દીધું હતું બીજી તરફ ત્રિપલ તલાક મુદે પણ રાજયસભામાં ધમાલ શરૂ થઈ હતી અને બપોરે ર.૩૦ વાગ્યા સુધી ગૃહ મુલત્વી રાખવાની ફરજ પાડયા બાદ ફરી જયારે રાજયસભાની બેઠક મળી ત્યારે પણ અા ખરડામાં સરકાર અને વિપક્ષ વચ્ચે સવૅસંમતિ ન થતા તે હવે સંસદના શિયાળુ સત્ર સુધી મુલત્વી રખાયું છે. અા સાથે જ સંસદનું ચોમાસુ સત્ર પુરૂ થયું છે. હજુ ગઈકાલે ઉપાઘ્યક્ષની ચૂંટણીમાં વિજય મેળવનાર અેનડીઅેને અા ખરડો પસાર કરાવવામાં વિપક્ષની બહુમતી નડી ગઈ હતી. તેના કારણે ત્રિપલ તલાકનો ખરડો મંજુર થઈ શકયો નથી. માનવામાં અાવે છે કે સરકાર હવે સંભવત: વટહુકમ બહાર પાડીને ત્રિપલ તલાક કાનુનને લાગુ પાડી દેશે અને તેની હાલની જે જોગવાઈ છે તે યથાવત રાખશે. બીજી તરફ રાફેલ વિમાની સોદામાં વિપક્ષો હવે સંયુકત સંસદીય સમિતિની તપાસની માંગણી કરી હતી અને બંને ગૃહો શરૂ થયા તે પૂવેૅ સંસદ ભવન બહાર સોનીયા ગાંધીના નેતૃત્વમાં વિપક્ષોઅે સંયુકત રીતે દેખાવો કયાૅ હતા. તથા જેપીસી નિમવાની માંગ સાથે સુત્રોચ્ચાર કયોૅ હતો. પરંતુ અાજે સવારે કોંગ્રેસ પક્ષે રાફેલના મુદે વિપક્ષોની સાથે ધમાલ શરૂ કરી હતી જે જેપીસીની માંગ સાથે ગૃહનું કાયૅવાહી ખોરવી નાંખતા બપોરે ર.૩૦ સુધી રાજયસભા મુલત્વી રાખવામાં અાવી છે. અા અગાઉ અેક વખત બપોરે ૧ર વાગ્યા સુધી ગૃહ મુલત્વી રહયું હતું. કેરાળાના સાંસદોઅે તેમના રાજયમાં પુરની પરિસ્થિતિ અંગે તાકીદની ચચાૅની માંગ કરી હતી. અને ધમાલ મચાવી હતી. તો બીજી તરફ કોંગ્રેસ અને અન્ય સભ્યોઅે રાફેલ મુદે સુત્રોચ્ચાર કયાૅ હતા જેના કારણે બપોર સુધી રાજય સભા મુલત્વી રહી છે. અા પૂવેૅ અાજે ભાજપની અેક તાકીદની બેઠક મળી હતી તેમાં ત્રિપલ તલાક મુદે ચચાૅ થઈ હતી અને રાજયસભામાં તે કેમ મંજુર કરાવો તે અંગે વ્યૂહ ઘડાયો હતો. અા મુદે સોનીયાઅે અચાનક જ મૌન સેવી લીધું છે. સંસદ ભવન બહાર તેઅોને ત્રિપલ તલાક અંગે કોંગ્રેસના વ્યૂહ અંગે પુછાતા તેઅોઅે કોઈ સીધો જવાબ અાપવાના બદલે અમારૂ સ્ટેન્ડ કલીયર છે તેવું જણાવીને જવાબ ટાળવાની કોશીશ કરી હતી. ભગવાન રામે પણ સીતાને શકના અાધારે છોડી દીધા હતા : મુસ્લિમ સાંસદનો વિવાદાસ્પદ વિધાન નવી દિલ્હી, તા. ૧૦ અાજે રાજયસભામાં ત્રિપલ તલાક ખરડાની ચચાૅ પહેલા કોંગ્રેસના સાંસદ હુસેન દલવાઈઅે વિવાદાસ્પદ વિધાન કરતા કહયું કે દરેક ધમૅમાં મહિલાઅો સાથે અન્યાય કરવામાં અાવે છે અને તે અાપણે બદલવો જોશે તેઅોઅે ત્યાં સુધી યોગ્ય વિધાન કયુૅ હતું પણ બાદમાં અેવું જણાવ્યું કે ભગવાન શ્રીરામે પણ શકના અાધારે સિતાને છોડી દીધા હતા. તેમના વિધાનોથી જબરો વિવાદ સજાૅયો છે. તેઅોઅે જોકે બાદમાં કહયું કે હિન્દુ, ઈસાઈ, શિખ તમામ સમાજમાં પુરૂષોનું વચૅસ્વ છે. અાપણે તે સ્થિતિ દુર કરીને મહિલાઅોને ન્યાય અપાવવાનો છે.


Advertisement