કેરાળામાં ભારે વરસાદથી તબાહી: સૈન્ય ઉતારાયુ: પાંચ જીલ્લા જળબંબાકાર

10 August 2018 05:18 PM
India
  • કેરાળામાં ભારે વરસાદથી તબાહી: સૈન્ય ઉતારાયુ: પાંચ જીલ્લા જળબંબાકાર

રાજયમાં મૃત્યુઆંક 26: વડાપ્રધાને રાજયના મુખ્યમંત્રી પાસેથી માહીતી મેળવી: તમામ મદદના આદેશ

Advertisement

થિરૂવન્તપુરમ તા.10
કેરાળામાં છેલ્લા 48 કલાકથી ભારે વરસાદથી તબાહી ચાલુ છે અને રાજયના મુખ્યમંત્રી પી.વિજયને પરિસ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જણાવ્યું છે તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે ટેલીફોનથી વાતચીત કરીને કેન્દ્રની તમામ મદદનો કોલ આપ્યો છે અને સૈન્ય તથા કોસ્ટ ગાર્ડને રાહત બચાવ કામગીરીમાં જોડવામાં આવ્યુ છે.
રાજયમાં વરસાદથી મૃત્યુનો આંકડો 26 નો, થયો છે. રાજયના ઈડાભાલ્યાર ડેમમાંથી ફરી પાણી છોડવાની ફરજ પડતા પુરની સ્થિતિ વધુ વણસી છે એનડીઆરએફની ટીમ રાજયના પાંચ જીલ્લામાં તૈનાત કરવામાં આવી છે. તામીલનાડુ સરકારે કેરાળાને રૂા.5 કરોડની સહાયથી જાહેરાત કરી છે. સૈન્યની વધુ ટુકડીઓને વિમાન માર્ગે મોકલાઈ છે.


Advertisement