યુરોપીય બજારોની નબળાઈ, પ્રોફીટ બુકીંગથી સેન્સેકસે 38000 ની સપાટી ગુમાવી

10 August 2018 05:17 PM
India

સ્ટેટ બેંકનાં પરિણામો નિરાશાજનક આવતા ભાવમાં ગાબડુ

Advertisement

મુંબઈ તા.10
શેરબજારમાં છેલ્લા કેટલાંક દિવસોથી ચાલતી તેજીને આજે બ્રેક લાગી છે આજે શરૂઆતથી જ બજારમાં નબળાઈ અને પ્રોફીટ બુકીંગ જોવા મળ્યા હતા. સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાની અપેક્ષાથી વિપરીત પરીણામોથી બેન્કીંગ ક્ષેત્રનાં શેરોમાં દબાણ રહ્યું હતું.
સપ્તાહનાં આખરી સત્રના અંત ભાગમાં આંતર રાષ્ટ્રીય ક્રુડના ભાવ દબાતા ઓઈલ માર્કેટીંગ કંપનીઓનાં શેરોમાં ખરીદીનુ આકર્ષણ જોવા મળ્યુ હતું. યુરોપીયન બજારોમાં પણ વેચવાલીથી કામકાજના અંતે સેન્સેકસમાં 136 પોઈન્ટના ઝડપી ઘટાડો નોંધાયો હતો.


Advertisement