ગુંડાગીરી અને તોફાન કરતા કાવડીયાઅો સામે પોલીસ કાયૅવાહી : સાતની ધરપકડ

10 August 2018 04:47 PM
India

સુપ્રિમ કોટૅે અાકરૂ વલણ અપનાવતા પોલીસ કાયૅવાહી ઝડપી : અનેક સ્થળોઅે કાવડીયાઅોઅે પોલીસ વાન પર હુમલો કયોૅ

Advertisement

નવી દિલ્હી, તા. ૧૦ ઉતરપ્રદેશમાં ચાલી રહેલી કાવડ યાત્રા દરમ્યાન કાવડીયાઅો દ્વારા માગૅમાં કરાતા હુમલા અને ગુંડાગીરી સામે સવોૅચ્ચ અદાલતે અાકરું વલણ લેતા જે કાવડીયા કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહકાર ન અાપે તેની સામે અાકરા પગલા લેવા યોગી સરકારને અાદેશ અાપ્યો છે. તેવા સુપ્રિમ કોટૅના વલણ બાદ અાજે સવારથી દિલ્હી અને ઉતરપ્રદેશ પોલીસ સક્રિય બની ગઈ હતી અને જયાં જયાં કાવડીયા તોફાન કરી રહયા હતા ત્યાં અાકરા પગલા લઈને ૭ કાવડીયાની ધરપકડ કરી છે. તથા પોલીસ બંદોબસ્ત વધારી દીધો છે. રાજયમાં મશહુર કાવડ યાત્રા દિલ્હી અને ઉતરપ્રદેશના મુઝફરનગર, સરહાનપુર, બંુદલ શહેર, ગાઝીયાબાદ, અલ્હાબાદ તથા નોઈડા સહિતના વિસ્તારોમાં અાયોજિત થાય છે જેમાં અનેક સ્થળોથી અા પ્રકારની યાત્રા નીકળે છે છેલ્લા અેક સપ્તાહમાં અેવું જોવા મળ્યુ છે અા કાવડીયાઅો માગૅમાં લૂંટફાટ ચલાવે છે, ટ્રાફિક રોકે છે અને તેમની સામે વિરોધ કરનારની સાથે મારપીટ પણ કરે છે. પોલીસના રીપોટૅ મુજબ હજારો કાવડીયાઅો અા રીતે માગૅ ઉપર હોવાથી તેઅોની સામે પગલા લેવાનું પણ અશાંતિ ઉભી થાય તેવો ભય દશાૅવાય છે જેના કારણે પોલીસ પણ યોગ્ય રીતે પગલા લઈ શકતી નથી.


Advertisement