ઈમરાન ખાનની તા.૧૭મીઅે શપથવિધિ : સત્તાવાર જાહેરાત

10 August 2018 04:44 PM
India
  • ઈમરાન ખાનની તા.૧૭મીઅે શપથવિધિ : સત્તાવાર જાહેરાત

ઈમરાન ખાનના પક્ષને પાક. સંસદમાં બહુમતી મળી : ૧૮૦ સભ્યોનો ટેકો ત્યારબાદ જ ચાર બેઠકો પર ઈમરાન ખાનને વિજેતા જાહેર કરાયા : જાેકે અાચારસંહિતા ભંગ બદલ પાક.ના ભાવિ વડાપ્રધાને ચૂંટણીપંચની માફી માંગવી પડશે

Advertisement

ઈસ્લામાબાદ, તા. ૧૦ પાકિસ્તાનના નવા વડાપ્રધાન તરીકે ઈમરાન ખાનની શપથ વિધિ સામેનું ગ્રહણ હટી ગયું છે. જે ચાર મત ક્ષેત્રમાં ઈમરાન ખાનના જીતના પરિણામ અટકાવાયા હતા તેમાં હવે અભિનેતાને ચૂંટાયેલા જાહેર કરાયા છે અને હવે તા. ૧૭ના રોજ તેમની શપથવિધિ યોજાશે. તે સત્તાવાર જાહેરાત કરાઈ છે. બીજી તરફ પાક. ચૂંટણી પંચે તે પૂવેૅ ઈમરાન ખાને મત અાપતા સમયે જે ચૂંટણી અાચારસંહિતાનું ઉલ્લંઘન કયુૅ હતું તે બદલ તે માફી માંગે તેવી શરત મુકી છે. ઈસ્લામાબાદમાં મતદાન કરતા સમયે ઈમરાન ખાને તે મતમાં સ્ટેમ્પ મારી રહયો હતો તે સંબંધની અેક તસ્વીર જાહેર થઈ હતી અને તેમાં તેને અાચારસંહિતા ભંગ તથા મતની ગુપ્તતાને નહી જાળવવાનો અારોપ હતો અને ઈમરાન ખાનના પરિણામો અટકાયા હતા. ઈમરાન ખાનના ધારાશાસ્ત્રી દ્વારા અા અંગે ખુલાસમાં જણાવ્યું હતું કે જે તસ્વીર ખાનની છે તે તેમની અનુમતી વગર લેવામાં અાવી હતી. ઉપરાંત તે મતદાન કરવા ગયા ત્યારે ભીડના કારણે મતદાન કેન્દ્રનું ડિવાઈડર હટાવી લેવાયુ હતું. ઉપરંાત મત કેમ નાંખવો તે અંગે અધિકારી પાસે ઈમરાને માહિતી માંગી હતી તે સમયે તેમને જે સુચના અપાતી હતી તેની તસ્વીર પણ લેવાઈ હતી. હવે ચૂંટણી પંચ પાસે ઈમરાન ખાન માફી માંગે તો તેના તમામ બેઠકોના પરિણામો જાહેર કરાશે. માનવામાં અાવે છે કે પંચ દ્વારા અા માફી સ્વીકારી લેવાશે અને બીજી તરફ ઈમરાન ખાન દ્વારા શપથ વિધિમાં ભારતીય મિત્રોને અામંત્રણ અાપવાનો જે અહેવાલ અાવી રહયા છે તે સંદભૅમાં ભારતના વિદેશમંત્રાલય દ્વારા જાહેર કરાયું છે કે હજુ સુધી કોઈ પણ ભારતીયઅે પાકિસ્તાનમાં શપથ વિધિ માટે જવાની મંજુરી માંગી નથી. બીજી તરફ પાકિસ્તાનના તહેરીકરુઅેરુઈન્સાન પક્ષને દેશની સંસદમાં ૧૮૦ સભ્યોનો ટેકો હોવાનું જાહેર થયું છે. બલુચીસ્તાન અવામી પાટીૅઅે ઈમરાન ખાનને ટેકો અાપ્યોછે તેથી ૧૭ર સભ્યોનો ટેકો હોવો જરૂરી છે તેની સામે ૧૮૦ સભ્યોનો ટેકો મળી ગયો છે અને હજુ વધુ અપક્ષો પણ ટેકો અાપે તેવી ધારણા છે. સોમવારે પાક.ની સંસદ બોલાવાઈ અને ત્યારબાદ ઈમરાન શપથ લે તેવી ધારણા છે. ભારતીય હાઈકમિશ્નર ઈમરાન ખાનને મળ્યા નવી દિલ્હી, તા. ૧૦ પાકિસ્તાનના ઈમરાન ખાનના નેતૃત્વ હેઠળ નવી સરકાર રચાશે તે નિશ્ર્િચત બની ગયું હોવાથી ભારતના પાકિસ્તાન ખાતે હાઈકમિશ્નર અજય બિસારી અાજે ઈસ્લામાબાદમાં ઈમરાન ખાનને મળવા ગયા હતા અને શુભેચ્છા અાપી હતી. અા મુલાકાતને જોકે શુભેચ્છા ગણવામાં અાવી રહી છે. અગાઉ વડાપ્રધાને પાકિસ્તાનના વિજય બદલ ઈમરાન ખાનને શુભેચ્છા પાઠવી હતી.


Advertisement