બે દરોડામાં જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા

10 August 2018 03:44 PM
Jamnagar
Advertisement

જામનગર તા.10
જામનગર શહેરમાં શ્રાવણ માસ પૂર્વે જ જુગારની મોસમ ખીલી ઉઠી હોય તેમ વધુ બે દરોડામાં આઠ શખ્સોને પોલીસે 35 હજારની રોકડ રકમ સાથે પકડી પાડી ધરપકડ કરી છે.
જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં ખોડિયારનગરમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની સીટી સી ડિવિઝન પોલીસ દફતરના સ્ટાફને હકીકત મળી હતી. જેના આધારે ડી-સ્ટાફે ઉપરોકત સ્થળે દરોડો પાડયો હતો. આ દરોડા દરમિયાન ગંજીપતાના પાના વડે પૈસાની લેતી-દેતી કરી હારજીત કરી તીનપતિનો જુગાર રમતા ધનશ્યામ ઉર્ફે ધનો કરશનભાઇ થરેયા જાતે કોળી ઉવ.29 ધંધો મજુરી રહે ખોડીયાર કોલોની સોનલનગર વાછરાડાડા ના મંદિરની બાજુમા, મુળુભાઇ ગઢવીના મકાનમા, બીપીનભાઇ ધનજીભાઇ ગોહીલ જાતે.પ્રજાપતી ઉવ.35 ધંધો.કડીયાકામ રહે.વુલનમીલ, મયુરનગર, અયપ્પા મંદીર પાસે શેરીનં 03, નારૂભાઇ ગગુભાઇ કારીયા જાતે ગઢવી ઉવ.40 ધંધો મજુરી રહે.ખોડીયાર કોલોની, સોનલનગર વાછરાડાડાના મદીરની બાજુમા, બશીરભાઇ ઉર્ફે બસલો ઉમરભાઇ સંધાર જાતે સંધી ઉવ.33 ધંધો મજુરી રહે.ખોડમીલનો ઢાળીયો રામનગર અનુભાઇ મલેકની દુકાનની બાજુમા, દેવાણંદભાઇ ડોસાભાઇ હાજાણી જાતે ગઢવી ઉવ.40 ધંધો મજુરી રહે.ખોડીયાર કોલોની, જાગુતીનગર જાગનાથ મહાદેવના મંદીરની બાજુમા, ભરતભાઇ કરશનભાઇ થરેશા જાતે કોળી ઉવ.42 ધંધો મજુરી રહે. ખોડીયારનગર, ગોકુલનગર પાછળ, જામનગર નામના શખ્સો ને પોલીસે આંતરી લીધા હતાં. તમામ શખ્સોના કબ્જામાંથી પોલીસે રૂા.13600ની રોકડ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે દિગ્વીજય પ્લોટ-58માં સાંઇ પાનની બાજુમાં વસંતરામ લઘારામ ભદ્રા જાતે ભાનુશાળી ઉ વ 46 ધંધો નોકરી રહે દી પ્લોટ 49 આશાપુરા મંદીર પાસે જામનગર અને રાજેશ ઉર્ફે રાજુભાઈ રમેશભાઈ હરવરા જાતે ભાનુશાળી ધંધો વેપાર ઉ વ 42 રહે હવાઈચોક ભાનુશાળીવાડ શેરી નં 2 જામનગર નામના બન્ને શખ્સોને પોલીસે વર્લી મટકાના આંકડા લખી લખાવી જુગાર રમતા પકડી પાડયા હતાં. પોલીસે બન્ને શખ્સોના કબ્જામાંથી રૂા.21600ની રોકડ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Advertisement