રણજીતનગરની ગુજરી બજાર ઉપર મનપાનું એસ્ટેટ વિભાગ ત્રાટક્યું

10 August 2018 03:44 PM
Jamnagar
Advertisement

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા રણજીતનગર વિસ્તારમાં શુક્રવારના ભરાતી ગુજરી બજારના અનઅધિકુત રેકડી અને પથારાવાળાઓને આજરોજ દૂર કરવામાં આવ્યા હતાં. છેલ્લા ઘણા સમયથી લોકો માટે આ વિસ્તારમાંથી શુક્રવારના પસાર થવું પણ મુશ્કેલ બન્યું હતું ત્યારે દબાણ હટાવ ઝુંબેશમાં આ વિસ્તારનો સમાવેશ કરવામાં આવતા અહિંથી 15થી વધુ રેંકડીઓ અને 22 જેટલા પથારાવાળાઓને દૂર કરવામાં આવતા લોકોમાં આનંદ જોવા મળ્યો હતો. આ કામગીરી એસ્ટેટ વિભાગના મુકેશ વરણવા, દિનેશ સોલંકી, રાજભા ચાવડા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.


Advertisement