હોટલ આરામમાં આજથી ત્રણ દિવસ માટે રંગગ્રામ પ્રદર્શનીનું આયોજન

10 August 2018 03:43 PM
Jamnagar

આરામ હોટલમાં એક જ સ્થળ ઉપરથી સૌદર્યની વિવિધ વસ્તુઓ મેળવી શકાશે

Advertisement

જામનગર તા.10
આજથી જામનગરના હોટલ આરામમાં ત્રિદિવસીય રંગગ્રામ પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે પ્રદર્શનીનું દિપપ્રાગટય કરી ઉદ્દઘાટન પૂર્વ મંત્રી પ્રો. વસુબેન ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું. આગામી ત્રણ દિવસ સુધી ચાલનારા આ પ્રદર્શનમાં બહેનોને વિવિધ પહેરવેશો તેમજ આભુષણોની વિશાળ શ્રેણીમાં વસ્તુઓ ઉપલબ્ધ છે. આ પ્રદર્શનીની મુલાકાતે જાણીતા ટી.વી. કલાકારો પણ હાજરી આપનાર છે. આયોજક આવાબેન શુકલ અને અભીબેન ત્રિવેદી દ્વારા શહેરીજનોને પ્રદર્શનીની મુલકાત લેવા માટે આહવાન કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન પ્રસંગે બ્રહ્મ અગ્રણી નરેન્દ્રભાઇ ત્રિવેદી, પ્રો. વર્ષાબેન છીછીયા અને દક્ષભાઇ ત્રિવેદી હાજર રહ્યા હતાં.


Advertisement