મોરબીના રાજ પરીવારની "અકસા મીર"એ કલા મહાકુંભમા ગીટાર વાદનમા અવ્વલ નંબર

10 August 2018 03:20 PM
Morbi
  • મોરબીના રાજ પરીવારની "અકસા મીર"એ કલા મહાકુંભમા ગીટાર વાદનમા  અવ્વલ નંબર

Advertisement

મોરબીમાં મીર-વાલેરા પરિવારના મોભીઓએ રાજવી પરિવારના ગાયકો તરીકે સંગીત અને સુરના વડે કલાના કામણ પાથરીયા છે. તેજ પરિવારના નાના બાળકથી માંડીને મોટી વયના તમામમાં સંગીતના સુર લોહીમાં સમાયેલ છે. સમગ્ર મોરબી પંથકમાં મીર પરીવારના સભ્યો સંગીતસુરનાથી શાળા-કોલેજથી માંડી નવરાત્રી સહિત તહેવારોમાં સંગીતના અદભુત કાર્યક્રમ આપી રહ્યા છે આવા મીર-વાલેરા પરિવારની દીકરી અકસા હસરતભાઈ વાલેરા(મીર)એ તા 5-8 ના રોજ મોરબી ખાતે યોજાયેલ મોરબી જીલ્લા કલા મહાકુંભ-2018 માં વાદન વિભાગમાં 15 થી 20 વય જૂથમાં ગિટાર વાદનની રજુઆત કરીને આ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવીને સમગ્ર મોરબી જીલ્લા તથા મીર પરીવારનું ગૌરવ વધાર્યું હોય તેના પર અભિનંદનવષાઁ થઇ રહી છે. (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)


Advertisement