સાયલાનાં હડાળા નજીકથી ઇંગ્લીશ દારૂ ભરેલી બોલેરો પીકઅપ કાર પકડાઇ

10 August 2018 03:19 PM
Surendaranagar Crime
  • સાયલાનાં હડાળા નજીકથી ઇંગ્લીશ દારૂ ભરેલી બોલેરો પીકઅપ કાર પકડાઇ
  • સાયલાનાં હડાળા નજીકથી ઇંગ્લીશ દારૂ ભરેલી બોલેરો પીકઅપ કાર પકડાઇ

852 બોટલ સહિત રૂા.7.4પ લાખનાં મુદામાલ સાથે એક શખ્સ ઝબ્બે

Advertisement

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.10
રાજ્ય કક્ષાનો સ્વાતંત્ર્ય દિન સુરેન્દ્રનગર ખાતે યોજાનાર હોઈ,જે અંનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા મનિન્દર પ્રતાપસિંહ પવાર દ્વારા જિલ્લાની પોલીસને સતર્ક કરી દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરી, પ્રોહીબિશનના બુટલેગરો ઉપર વોચ રાખવા તથા જિલ્લામાં પ્રવેશતા પર પ્રાંતીય વિદેશી દારૂ બાબતે હાઇવે ઉપર વોચ રાખી, બાતમીઓ મેળવી, પ્રોહીબિશનના કેસો શોધી કાઢવા તથા દેશી વિદેશી દારૂના કેસોમાં વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓને પ્રોહીબિશન ના કેસો શોધી કાઢી, દેશી વિદેશી દારૂના ગુન્હાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે.
લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયલા પોલીસ સ્ટેશનના પોલિસ સબ ઈન્સ. ડી.ડી.ચુડાસમાને બાતમી મળેલ કે, સાયલા તાલુકાના હડાળા ગામથી ધાધલપુર ગામ તરફ જતા રોડ ઉપર એક મહીન્દ્રા બોલેરો પીકઅપ કાર નંબર જીજે-13-એડબલ્યુ-2860 વાળી ઈગ્લીશ દારુનો જથ્થો ભરી નીકળનાર છે.સાયલા પોલીસને મળેલ બાતમી આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયલા પોલીસ સ્ટેશનના પોલિસ સબ ઈન્સ ડી.ડી.ચુડાસમા તથા સ્ટાફના એ.એસ.આઇ. મહેન્દ્રસિંહ, પો.કો.અમરકુમાર , યોગેશકુમાર , રવિરાજસિંહ.જી , હરદેવસિંહ.બી સહિતની ટીમ દ્વારા ઉપરોકત બાતમી વાળી જગ્યાએ વોચમા હતા દરમ્યાન ઉપરોકત નંબર વાળી કાર નીકળતા કાર ચાલકને કાર રોકવાનો ઈશારો કરતા કાર રોકેલ નહી અને આગળ જઈ કારના ડ્રાઇવર બોલેરો કાર રોડ ઉપર મુકી નીચે ઉતરીને ખેતરો માં થઇ નાશી ગયેલ અને બોલેરો કારનો કલીનર ભરતભાઇ મેરાભાઇ મકવાણા જાતે ત.કોળી ઉ.વ.23 રહે નોલી તા.સાયલા પકડાઇ ગયેલ અને તે બોલેરો કારની તલાશી લેતા કાર માથી વિદેશી દારૂની કૂલ બોટલ નંગ-852 કી.રૂ 3,40,800/ તથા કાર કી.રૂ-4,00,000/ તથા મોબાઇલ ફોન કી.રૂ 5000/- મળી કૂલ મુદામાલ રૂ-7,45,800/ના મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ છે. આ પ્રોહીબિશનની વોચ દરમિયાન આરોપી/કલીનર ભરતભાઇ મેરાભાઇ મકવાણા જાતે ત.કોળી ઉ.વ.23 રહે નોલી તા.સાયલા વાળો પકડાઈ ગયેલ તેમજ આરોપી/ડ્રાઈવર પ્રકાશભાઇ રાજાભાઇ પાંચલ અનુ.જાતી રહે.લાખાવાડ તા.સાયલા વાળો નાસી ગયેલ હતો.
પકડાયેલ મુદ્દામાલ બાબતે તેમજ નાસી ગયેલ આરોપી તેમજ પકડાયેલ આરોપી વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશનના પો.કોન્સ રવીરાજસીંહ ગીરીરાજસીંહ ઝાલા દ્વારા સરકાર તરફે ફરિયાદી બની, પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.સાયલા પોલીસ દ્વારા આ વિદેશી દારૂ ક્યાંથી લાવવામાં આવેલ હતો અને કોને પહોંચાડવાનો હતો..? અન્ય કોણ કોણ આરોપીઓ આ ગુન્હામાં સંડોવાયેલ છે..? નાસી ગયેલ આરોપી તેમજ પકડાયેલ આરોપી બીજા કોઈ પોલીસ સ્ટેશનના ગુન્હાઓ માં વોન્ટેડ કે પકડવાના બાકી છે કે કોઈ ગુન્હામાં સંડોવાયેલ છે કે કેમ..? વિગેરે મુદ્દાઓસર તપાસ હાથ ધરી, સાયલા પોલીસ સ્ટેશનના પોલિસ સબ.ઇન્સ.ડી.ડી.ચુડાસમા તથા સ્ટાફ દ્વારા નાસી ગયેલ આરોપી/કાર ચાલકને પકડી પાડવા ચક્રો ગતિમાન કરી, વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.


Advertisement