માળીયા(મીં)ના આહિર સમાજ દ્વારા પીઆઇ સોનારાની બદલી રોકવા માંગ

10 August 2018 03:18 PM
Morbi
  • માળીયા(મીં)ના આહિર સમાજ દ્વારા પીઆઇ સોનારાની બદલી રોકવા માંગ

મામલતદારને આવેદનપત્ર પાઠવાયું

Advertisement

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.10
મૂળ મોરબી જીલ્લામાં આવતા વાંકાનેર તાલુકાના રહેવાસી અને થોડા સમય પહેલા જ મોરબી શહેરમાં પીઆઈ તરીકે ફરજ બજાવી ગયેલા પીઆઈ બી.પી.સોનારાને રાજકોટમાં મુકવામાં આવ્યા બાદ ભાજપના આગેવાન સાથે ઘર્ષણ થવાથી તેઓની તાત્કાલિક બદલી કરી નાખવામાં આવી છે જેથી આ બદલીને રોકવાની માંગ સાથે આહીર એકતા મંચ દ્વારા માળીયાના મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં 24 કલાકમાં બદલી રોકવામાં ન આવે તો ધરણા કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
માળીયા આહીર એકતા મંચ દ્વારા ગઈકાલે પીઆઈ બી.પી.સોનારાની બદલીને રોકવાની માંગ સાથે માળીયાના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે રાજકોટ મહાપાલીકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે ભાજપના આગેવાને આવીને ઉશ્કેરાઈ જઈને ફરજ પરના પીઆઈ બી.પી.સોનારા સાથે અણછાજતું વર્તન કર્યું હતું. તેની નોંધ પણ લેવામાં આવી નથી જેથી પીઆઈ બી.પી.સોનારાની બદલી કરવામાં આવી તે યોગ્ય નથી માટે 24 કલાકમાં જો બદલીને રોકવામાં નહિ આવે તો આહીર એકતા મંચ દ્વારા ધરણા કરવામાં આવશે અને ગાંધી ચીંધ્યા માર્ગે સમગ્ર ગુજરાતમાં આંદોલન પણ થશે.


Advertisement