ધ્રાંગધ્રામા પત્નિને મેસેજ કરવા બાબતે ત્રણ શખ્સો દ્વારા મારામારી: એક યુવાન ગંભીર રીતે ઘાયલ

10 August 2018 03:16 PM
Surendaranagar Crime
Advertisement

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.10
કહેવત છે કે જર, જમીન અને જોરુ ત્રણેય કજીયાના છોરુ તે કહેવત સાચી સાબિત થઇ છે જેમા ધ્રાંગધ્રા શહેરમા પત્નિને મેસેજ કરવા બાબતે એક યુવાનને ત્રણ શખ્સોએ ઢોર માર મારતા આ યુવાન ઘાયલ થયો હતો જેમા ગઇકાલે સાંજે 8:30 દરમિયાન ધ્રાંગધ્રા શહેરના ફુલગલીમા રહેતો સમીર કાદરભાઇ ઘાંચી નામનો યુવાન મયુરબાગ પાસે ગયેલ હતો તે સમયે ધ્રાંગધ્રા શહેરના ઘાંચીવાડ વિસ્તારમા રહેતા સાહિલ નજીરભાઇ ઘાંચી, અનીશ અકબર મકરાણી તથા રીયાઝ આસમભાઇ સંધી નામના ત્રણ શખ્સો સમીર પાસે આવી જઇ તુ મારી પત્નિને કેમ મેસેજ કરતો હતો તેમ કહી જેમ તેમ બોલવા લાગ્યા હતા.
જ્યારે સમીર ઘાંચી દ્વારા આ ત્રણેર શખ્સોને ઠપકો આપતા ઉશ્કેરાઇ ગયેલ અનીશ મકરાણી ધોકા વડે હુમલો કરવા લાગ્યો હતો જ્યારે બાદમારીયાઝ સંધી પણ પોતાના હાથમા લોખંડના પાઇપવતી સમીરના પગ તથા પીઠના ભાગે મારી સાહિલ નજીરભાઇ ઘાંચી નામના શખ્સે ઘાયલ યુવાનના વાળ પકડી ગદડાપાટુનો માર મારવા લાગ્યો હતો હુમલામા સમીરનામનો યુવાન ઘાયલ થતા આ ત્રણેય શખ્સો ફરાર થયા હતા જ્યારે બાદમા સમીર કાદરભાઇ ઘાંચી દ્વારા ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી ત્રણેય શખ્સો વિરુધ્ધ ગૃન્હો દાખલ કરાયવ્યો હતો.


Advertisement