ચોટીલાનાં નાળીયેરી ગામની સીમમાંથી 105 લી. દેશી દારૂ પકડાયો

10 August 2018 03:15 PM
Surendaranagar
  • ચોટીલાનાં નાળીયેરી ગામની સીમમાંથી 105 લી. દેશી દારૂ પકડાયો

Advertisement

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.10
સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા મનિંન્દર પ્રતાપસિંહ પવાર દ્વારા જિલ્લાની પોલીસને સતર્ક કરી, દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરી, પ્રોહીબિશનના બુટલેગરો ઉપર વોચ રાખવા તથા જિલ્લામાં પ્રવેશતા પાર પ્રાંતીય વિદેશી દારૂ બાબતે હાઇવે ઉપર વોચ રાખી, બાતમીઓ મેળવી, પ્રોહીબિશનના કેસો શોધી કાઢવા તથા દેશી વિદેશી દારૂના કેસોમાં વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓને પ્રોહીબિશન ના કેસો શોધી કાઢી, દેશી વિદેશી દારૂના ગુન્હાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે.
લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલિસ ઈન્સ. પી.ડી.પરમાર તથા પોલીસ સબ ઇન્સ. સી.બી.રાંકજા તથા એ.એસ.આઇ કેતનભાઈ તથા પોલીસ કોન્સ.વિભાભાઇ તથા ઇશ્વરભાઇ ને બાતમી મળેલ કે, ચોટીલા તાલુકાના નાળીયેરી ગામની સીમમાં ભુપતભાઇ કાળુભાઇ ત.કોળી પોતાની વાડીએ વાડીયે ગે.કા.દેશીદારુ બનાવવાની પ્રવુતી કરે છે અને તેની આ પ્રવુતી હાલે પણ ચાલુ છે.
ચોંટીલા પોલીસને મળેલ બાતમી આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલિસ ઈન્સ. પી.ડી.પરમાર તથા પોલીસ સબ ઇન્સ. સી.બી.રાંકજા તથા એ.એસ.આઇ કેતનભાઈ તથા પોલીસ કોન્સ.વિભાભાઇ તથા ઇશ્વરભાઇ સહિતની ટીમ દ્વારા ચોટીલા તાલુકાના નાળીયેરી ગામની સીમમાં આરોપી ભુપતભાઇ કાળાભાઇ વાઘાણી ત.કોળી એ પોતાની વાડીના શેઢા ઉપર ગે.કા.પાસ પરમીટ વગર દેશી દારુ લી.105 કિ.રૂ.2,100/- તથા આથો લિ.1000 કિ.રૂ. 2,000/- કુલ કિં.રૂ. 4,100/- ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે.
આ આરોપી વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનના, એ.એસ.આઇ. કેતનભાઈ ચાવડા દ્વારા સરકાર તરફે ફરિયાદી બની, પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.


Advertisement