ગાયના નામ પર કોઇનો જીવ જાય એ ખૂબ દુ:ખદ ઘટના છે : કંગના રનોટ

10 August 2018 02:51 PM
Entertainment
  • ગાયના નામ પર કોઇનો જીવ જાય એ ખૂબ દુ:ખદ ઘટના છે : કંગના રનોટ

Advertisement

કંગના રનોટનું કહેવું છે કે ગાયના નામ પર ટોળામાં કોઇની પણ હત્યા કરવીએ ખૂબ જ દુ:ખદ ઘટના છે. આજે ગાય અથવા તો બીફને લઇને ઘણી વાર ધમાલ થઇ હોવાના સમાચાર બહાર આવે છે અને એ ધમાલમાં કોઇની હત્યા પણ થઇ જાય છે. ગાયના સ્મગલીંગ અને બીફને કારણે આવી ઘટના થાય છે. આ વિશે પૂછતાં કંગનાએ કહ્યું હતું કે તમે ઘણીવાર આવા ઝઘડાને લઇ દુ:ખી થઇ જાઓ છો. તમે પ્રાણીને બચાવવા માંગતા હો છો, પરંતુ એ ઝઘડામાં પરિણમે અને ટોળામાં કોઇની હત્યા થાય ત્યારે તમને દુ:ખ થાય છે. તમને પણ એનો અહેસાસ થાય છે કે આ ખોટું છે.
કંગના હાલમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઇની બાયોપિક મણિકર્ણિકા ધ કવીન ઓફ ઝાંસીમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં કંગના એટલે કે લક્ષ્મીબાઇ એક વાછરડાને બચાવે છે એવું દ્રશ્ય હતું પરંતુ એમાં ગાયના બચ્ચાની જગ્યાએ બકરીના બચ્ચાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વિશે કંગનાએ કહ્યું હતું કે મારી ફિલ્મ મણિકર્ણિકામાં એક દ્રશ્ય છે જેમાં લક્ષ્મીબાઇ ગાયના બચ્ચાને. બચાવતી જોવા મળે છે. આ ફિલ્મના શૂટીંગ દરમિયાન મારી ટીમમાંથી એક વ્યકિતએ શૂટ અટકાવ્યું હતું અને કહ્યું હતું કે આપણે આ દ્રશ્ય દેખાડીશું તો આપણે ગાયને બચાવનારા કહેવામાં આવીશું અને આ ફિલ્મ સાથે તેઓ કોઇ એવો સંદેશ ન આપવા માંગતા હોવાથી એમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એક વ્યકિત તરીકે તમે તમારી વેલ્યુને કારણે દરેક પ્રાણીનો બચાવ કરવા માંગતા હો છો, પરંતુ જયારે કોઇ પક્ષપાત કરવામાં આવે ત્યારે દુ:ખ થાય છે. ગાયના નામ પર જયારે ઝઘડા થાય અને કોઇ વ્યકિતએ જીવ ખોવો પડે ત્યારે આપણે ઇડિયટ છીએ એવો અહેસાસ થાય છે.


Advertisement